ચીનઃ વુહાન શહેરમાં કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઈ હતી. જે બાદ આ વાયરસના કારણે 1765 લોકોના મોત નિપજ્યા છે. આ વાયરસ ચીન તેમજ દુનિયામાં સતત ફેલાઈ રહ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ બીમારીની સારવાર તેમજ વાયરસ રોકવા માટે કૃત્રિમ મેધા અને ક્લાઉડ કોમ્પ્યુટીંગ જેવી ડિજિટલ ટેકનોલોજીની મદદ લેવા અપીલ કરી છે.
ચીનમાં કોરોનાનો કેર યથાવત, મૃત્યુઆંક 1700ને પાર - ચીનમાં મૃત્યુઆંક 1700ને પાર
ચીનના વુહાન શહેરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે 1765 લોકોના મોત થયા છે. આ વાયરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ ખતરનાક વાયરસની અસર હેઠળ 70 હજાર લોકો છે. આ સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. શુક્રવારે ચીને જાહેરાત કરી હતી કે, હુબેઈ પ્રાંત સિવાય સમ્રગ દેશમાંથી કોરોના વાયરસની અસર ઘટી રહી છે.
વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અડનોમ ધેબ્રેયાયસસે ટ્વીટ પર લખ્યું કે, આપણી અસ્થિભંગ અને વિભાજિત દુનિયામાં આરોગ્ય એ કેટલાક એવા ક્ષેત્રોમાંથી એક છે, જે દેશોને એક સામાન્ય કારણ માટે સાથે કામ કરવાની તક આપે છે. આ ભય માટે નહીં, હકીકતોનો સમય છે. આ અફવાઓ નહીં, પણ તર્કસંગતતાનો સમય છે. આ એકતાનો સમય છે, કલંક નહીં. #MSC2020