ગુજરાત

gujarat

ETV Bharat / international

ઈરાકમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન,  42ના મોત

બગદાદઃ ઈરાકમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરતા હજારો લોકોને અટકાવવા પોલીસે હવામાં ફાયરિંગ કર્યુ હતું. આ સાથે જ આંસુ ગેસના ગોળા ફેંકયા હતા. આ પ્રદર્શન દરમિયાન અત્યાર સુધીમાં 42 લોકોના મોત થયા છે.

By

Published : Oct 26, 2019, 12:17 PM IST

uuy

ઈરાકમાં લોકો ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મુળભુત સુવિધાઓના અભાવને લઈ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે આ ઈરાકની જનતા 1 ઓક્ટોબરથી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે. પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. તો સાથે સાથે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી.

શુક્રવારે સવારે હજારોની સંખ્યામાં લોકો બગદાના તહરીર ચોકમાં એકત્ર થયા હતા. તેમના હાથમાં ઈરાકી ઝંડા અને સુધારની અપિલવાલા પોસ્ટરો હતા. હજારો લોકોના આ પ્રદર્શન દરમિયાન પોલીસે આંસુ ગેસ છોડ્યા હતાં.

આ પ્રદર્શન દરમિયાન અત્યાર સુધીમાં 42 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ABOUT THE AUTHOR

...view details