વિદેશ પ્રધાને ઈરાનના વિદેશ પ્રધાન જવાદ જરીફ સાથે વાતચીત કરી અને કહ્યું કે, ભારત વિસ્તારમાં વધતા તણાવને લઇને ચિંતિત છે.
ખાડીના દેશોમાં તણાવ : વિદેશ પ્રધાન જયશંકરે 3 દેશોના વિદેશ પ્રધાનો સાથે વાત કરી
નવી દિલ્હી: ઇરાનના સેનાના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ અમેરિકા અને ઇરાનની વચ્ચે વધતા જતા તણાવોની વચ્ચે ભારતના વિદેશ પ્રધાન જયશંકરે રવિવારે ઇરાન, ઓમાન અને અમેરિકાના વિદેશપ્રધાન સાથે વાતચીત કરી અને વિસ્તારમાં વધતા તણાવને લઇને ભારતની ચિંતાઓથી તેને માહિતગાર કર્યા હતાં.
વિદેશ પ્રધાન
વિદેશપ્રધાન જયશંકરે અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓ અને ઓમાનના વિદેશ પ્રધાન સુસુફ અલાવી સાથે પણ વાતચીત કરી હતી.
જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે, ' ખાડી વિસ્તારમાં તણાવને લઇને વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. ભારતીય હિત અને ચિંતાઓથી તેને માહિતગાર કર્યા હતાં. આ પહેલા જયશંકરે ઓમાનના વિદેશ પ્રધાન સાથે વાતચીત કરી હતી.