ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીને કાબુલ હુમલાની નિંદા કર્યા બાદ પણ કામગીરી ચાલુ રાખી, અફગાન ઉપરાષ્ટ્રપતિએ કહ્યું - ISIS-K અને તાલિબાન વચ્ચે સંબંધના મજબૂત પુરાવા - ISIS K HAS LINKS WITH TALIBAN

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અને અશરફ ગનીના દેશ છોડ્યા બાદ ખુદને કાર્યવાહક રાષ્ટ્રપતિ ઘોષિત કરનારા અમરુલ્લાહ સાલેહે કહ્યું છે કે, તાલિબાન અને ISIS-K વચ્ચે સંબંધ હોવાના તેમની પાસે પુરાવા છે. આ જાણકારી તેમણે ટ્વિટરના માધ્યમથી આપી હતી. જ્યારે ચીને આ હુમલાની નિંદા કરી હતી અને ભયના માહોલ વચ્ચે પોતાની એમ્બેસી શરૂ રાખી હતી.

ચીને કાબુલ હુમલાની નિંદા કર્યા બાદ પણ કામગીરી ચાલુ રાખી, અફગાન ઉપરાષ્ટ્રપતિએ કહ્યું - ISIS-K અને તાલિબાન વચ્ચે સંબંધના મજબૂત પુરાવા
ચીને કાબુલ હુમલાની નિંદા કર્યા બાદ પણ કામગીરી ચાલુ રાખી, અફગાન ઉપરાષ્ટ્રપતિએ કહ્યું - ISIS-K અને તાલિબાન વચ્ચે સંબંધના મજબૂત પુરાવા

By

Published : Aug 27, 2021, 5:35 PM IST

  • અફગાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટમાં 13 અમેરિકન સૈનિકો સહિત કુલ 72ના મોત
  • ઉપરાષ્ટ્રપતિ સાલેહે કહ્યું, ISIS-K અને તાલિબાન વચ્ચે સંબંધ છે
  • ચીને હુમલાની નિંદા કર્યા બાદ પણ પોતાની એમ્બેસી ચાલુ રાખી

કાબુલ: અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અને અશરફ ગનીના દેશ છોડ્યા બાદ ખુદને કાર્યવાહક રાષ્ટ્રપતિ ઘોષિત કરનારા અમરુલ્લાહ સાલેહે જણાવ્યું હતું કે, તાલિબાન ISIS સાથે પોતાના સંબંધો ન હોવાનું જણાવી રહ્યું છે. આ તો એવું થયું કે, પાકિસ્તાન આતંકી સંગઠન ક્વેટા અંગે દાવો કરી રહ્યું હોય. અમારી પાસે હયાત તમામ પુરાવાઓ જણાવે છે કે, ISIS-Kના મૂળમાં તાલિબાની અને હક્કાની નેટવર્ક છે, જે કાબુલમાં સક્રિય છે.

150થી વધુ લોકો ઈજાગ્રસ્ત

તાજેતરમાં કાબુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 13 અમેરિકન સૈનિકો સહિત કુલ 72 લોકોના મોત નિપજી ચૂક્યા છે. મૃતકોમાં 60 અફગાની નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતકોનો આંકડો 90 જેટલો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઈજાગ્રસ્તોની સંખ્યા 150થી વધુ હોવાનું સામે આવ્યું છે.

ચીન દ્વારા હુમલાની કરાઈ નિંદા, પરંતુ કાબુલમાં કામગીરી યથાવત

ચીન દ્વારા ગઈકાલે ગુરુવારે થયેલા કાબુલ એરપોર્ટ પાસેના બ્લાસ્ટને લઈને દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે કાબુલમાં પોતાની તમામ કામગીરી યથાવત રાખી છે. ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તાલિબાન તરફથી તેમને આશ્વાસન આપવામાં આવ્યુ હોવાથી તેમને ડરવાની જરૂર નથી.

ABOUT THE AUTHOR

...view details