ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાનની સાથે ચીન અને પાકિસ્તાન, ઈરાને ગણાવ્યું ભાઈ - ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી

હાલમાં અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદ ચીન અને પાકિસ્તાને તેઓ તાલિબાન નિયંત્રિત અફઘાનિસ્તાનની સાથે હોવાની જાહેરાત કરી છે. ત્યારે તાજેતરમાં જ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ પાડોશી રાષ્ટ્ર અફઘાનિસ્તાનને પોતાનો ભાઈ ગણાવ્યો છે.

અફઘાનિસ્તાનની સાથે ચીન અને પાકિસ્તાન, ઈરાને ગણાવ્યું ભાઈ
અફઘાનિસ્તાનની સાથે ચીન અને પાકિસ્તાન, ઈરાને ગણાવ્યું ભાઈ

By

Published : Aug 16, 2021, 9:56 PM IST

  • અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને લઈને વિવિધ દેશોના દાવપેચ
  • તાલિબાન નિયંત્રિત અફઘાનિસ્તાનના સમર્થનમાં ચીન, પાકિસ્તાન અને ઈરાક
  • કાબુલમાં ચીની એમ્બેસી યથાવત, ઈરાનના રાષ્ટ્રપતિએ ગણાવ્યુ ભાઈ

ન્યૂઝ ડેસ્ક: હાલમાં અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદ ચીન અને પાકિસ્તાને તેઓ તાલિબાન નિયંત્રિત અફઘાનિસ્તાનની સાથે હોવાની જાહેરાત કરી છે. ત્યારે તાજેતરમાં જ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ પાડોશી રાષ્ટ્ર અફઘાનિસ્તાનને પોતાનો ભાઈ ગણાવ્યો છે.

અફઘાનિસ્તાન સાથે મૈત્રીપૂર્ણ અને સહયોગાત્મક સંબંધ માટે ચીન તૈયાર

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે સંવાદદાતાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ચીન સ્વતંત્ર રૂપથી ખુદનું ભાગ્ય નિર્ધાર કરનારા અફગાની લોકોના અધિકારનું સન્માન કરે છે અને અફઘાનિસ્તાન સાથે મૈત્રીપૂર્ણ અને સહયોગાત્મક સંબંધ વિકસિત કરવાનું યથાવત રાખવા માગે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં પણ કાબુલ સ્થિત ચીન દૂતાવાસમાં યથાવત રીતે કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં રહેતા ચીની નાગરિકોને પરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઈરાનની પ્રાથમિકતા અફઘાનિસ્તાનમાં સ્થિરતા સ્થાપિત કરવામાં

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ સોમવારે મોડીસાંજે અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રીય મિલાપનું આહ્વાન કર્યું હતું. ઈરાનના આધિકારિક સંવાદ સમિતિ ઈરનાએ રઈસીને ટાંકીને કહ્યું હતું કે, ઈરાનની પ્રાથમિકતા અફઘાનિસ્તાનમાં સ્થિરતા સ્થાપિત કરવાના પ્રયાસોને સમર્થન આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઈરાન અફઘાનિસ્તાનને પોતાનો ભાઈ અને પાડોશી રાષ્ટ્ર માને છે.

ABOUT THE AUTHOR

...view details