ગુજરાત

gujarat

ETV Bharat / international

ઈન્ડોનેશિયામાં પૂર તેમજ ભૂસ્ખલનને કારણે 55 લોકોનાં મોત

ચક્રવાતને કારણે ઇન્ડોનેશિયા અને પૂર્વ તિમોરમાં રવિવારના રોજ ભારે વરસાદ, અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે 55 લોકોનાં મોત થયાં હતાં. પૂર અને ભૂસ્ખલન થયાં બાદ અત્યાર સુધીમાં 38 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, હજ્જારો પરિવારો તેમના ઘરને છોડી જતાં રહ્યા છે.

Indonesia
Indonesia

By

Published : Apr 5, 2021, 9:44 AM IST

Updated : Apr 5, 2021, 12:53 PM IST

  • ઈન્ડોનેશિયામાં પૂર તેમજ ભૂસ્ખલનને કારણે 55 લોકોનાં મોત
  • વીજળીનો અભાવ તેમજ અન્ય મુશ્કેલીઓને કારણે રાહત કામગીરીમાં વિલંબ
  • ફિશિંગ નેટ સાથે ફસાયેલી માછીમારોની બોટ સાથે ટકરાયું કાર્ગો જહાજ, 17 લોકો લાપતા

જકાર્તા: ચક્રવાતને કારણે ઇન્ડોનેશિયા અને પૂર્વ તિમોરમાં રવિવારના રોજ ભારે વરસાદ, અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે 55 લોકોનાં મોત થયાં હતાં. અહીં ઘણા ગામોમાં પૂરના કારણે લોકોના ઘરોનો વિનાશ થયો છે. પૂર અને ભૂસ્ખલન આવ્યા બાદ અત્યાર સુધીમાં 38 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, હજારો પરિવારો તેમના ઘરને છોડી જતાં રહ્યા છે.

આ પણ વાંચો: નેપાળમાં ભૂસ્ખલન, 18ના મોત, 21 લાપતા

વીજળીનો અભાવ તેમજ અન્ય મુશ્કેલીઓને કારણે રાહત કામગીરીમાં વિલંબ

લગભગ 17 હજાર ટાપુઓનો દેશ ઇન્ડોનેશિયામાં પર્વતોની નજીક અથવા પૂર દ્વારા ફળદ્રુપ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વસતી છે. હાલમાં આવેલા પૂરે આ વિસ્તારોને ઝપેટમાં લઈ લીધો છે. વીજળીના અભાવને કારણે અને અસરગ્રસ્ત વિસ્તારો ખૂબ દૂર આવેલા હોવાને કારણે રાહત મળી શકી નથી. ડિઝાસ્ટર રિલીફ એજન્સીના પ્રવક્તા રાદિત્ય જાતિના જણાવ્યા અનુસાર, હાલમાં મૃતકોની ગણતરી ચાલુ છે. પોલીસ અને સેના પીડિતોને સલામત સ્થળો પર લઈ જઈ રહી છે.

ફિશિંગ નેટ સાથે ફસાયેલી માછીમારોની બોટ સાથે ટકરાયું કાર્ગો જહાજ, 17 લોકો લાપતા

ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા નજીક રવિવારના રોજ એક કાર્ગો જહાજ માછીમારોની બોટ સાથે ટકરાયું હતું. અકસ્માત બાદ 32 લોકો પાણીમાં પડી ગયા હતા, જેમાંથી 17 લોકો ગૂમ છે. 15 લોકોને બચાવવામાં આવ્યા છે અને નેવીએ બાકીના લોકોની શોધ શરૂ કરી છે. આ અકસ્માતનું કારણ માલવાહક જહાજમાં અટવાયેલું ફિશિંગ નેટ હોવાનું જાણવા મળ્યું હતું છે. આ જહાજ બોર્નીયો ટાપુ પરથી ક્રૂડ ઓઈલ લઈને ઉપડ્યું હતું.

આ પણ વાંચો: કેરળમાં ભારે વરસાદના કારણે ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલન, પાંચ લોકોના મોત

Last Updated : Apr 5, 2021, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details