ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારત અને અમેરિકા હોમલેન્ડ સુરક્ષા સંવાદને ફરીથી સ્થાપિત કરવા સંમત - અમેરીકા

હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી અલેજાન્ડ્રો મેયોરકાસે USAમાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુ સાથે વાત કરી હતી. જેમાં ભારત અને તેમના વિભાગ વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

India, US agree to re-establish Homeland Security Dialogue
India, US agree to re-establish Homeland Security Dialogue

By

Published : Mar 24, 2021, 10:01 PM IST

  • પ્રથમ ભારત-USA હોમલેન્ડ સિક્યોરિટી સંવાદ મે, 2011માં યોજાયો હતો
  • તત્કાલીન હોમલેન્ડ સિક્યોરિટીના સચિવ જેનેટ ભારત આવ્યા હતા
  • બીજા ભારત-USA હોમલેન્ડ સિક્યોરિટી ડાયલોગ 2013માં વોશિંગ્ટન ડીસીમાં યોજાયો હતો

વોશિંગ્ટન: જો બાઇડન વહીવટી તંત્ર દ્વારા ભારત સાથે હોમલેન્ડ સિક્યોરિટી સંવાદને ફરીથી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અગાઉ ટ્રમ્પ સરકાર દ્વારા આ સંવાદ બંધ કરવામાં આવ્યો હતો. હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી અલેજાન્ડ્રો મેયોરકાસે સોમવારે USAમાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુ સાથે વાત કરી હતી. ભારત અને તેમના વિભાગ વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કર્યાના એક દિવસ બાદ આ વાત સામે આવી છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં કોરોનાથી 5 લાખ લોકોએ જીવ ગુમાવ્યાં, રાષ્ટ્રપતિ બાઇડન આપશે શ્રદ્ધાંજલિ

વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા સહમત થયા

મેયોરકાસ અને સંધુ USA-ભારત હોમલેન્ડ સિક્યોરિટી ડાયલોગ ફરીથી સ્થાપિત કરવા માટે અને સાયબર સિક્યોરિટી, ઉભરતી ટેક્નોલોજી અને હિંસક ઉગ્રવાદને સંબોધવા જેવા વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા સહમત થયા હતા. વિભાગ માટે વિદેશી રાજદૂત સાથે સચિવની બેઠકનું રિડઆઉટ મળવું મુશ્કેલ છે. અલેજાન્ડ્રો મેયોરકાસ ચર્ચા દરમિયાન તેમને ક્વાડ સહિત જો બાયડન વહીવટ દરમિયાન હકારાત્મક સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. જેમાં કોવિડ-19 આબોહવા અને સાયબર સિક્યોરિટી પર સહકાર આપવા માટે નક્કર પ્રતિબદ્ધતાઓને સંબોધિત કર્યા હતો. મેયોરકાસ અને સંધુએ પણ વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકોના મહત્વના યોગદાનને માન્યતા આપી છે. જેમને બન્ને દેશોને વધુ મજબૂત બનાવ્યા છે, એમ તેમાં જણાવવામાં આવ્યું હતું.

પી. ચિદમ્બરમ સાથેની વાતચીતમાં ભાગ લેવા હોમલેન્ડ સિક્યોરિટીના સચિવ જેનેટ ભારત આવ્યા હતા

ઓબામા વહીવટી તંત્રની પહેલ, પ્રથમ ભારત-USA હોમલેન્ડ સિક્યોરિટી સંવાદ મે, 2011માં યોજાયો હતો. તત્કાલીન હોમલેન્ડ સિક્યોરિટીના સચિવ જેનેટ નેપ્લોટોનોએ તેમના તત્કાલિન ભારતીય સમકક્ષ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ સાથેની વાતચીતમાં ભાગ લેવા ભારતની યાત્રા કરી હતી. બીજા ભારત-USA હોમલેન્ડ સિક્યોરિટી ડાયલોગ 2013માં વોશિંગ્ટન ડીસીમાં યોજાયા હતા, જેમાં નેપોલિટાનો અને તત્કાલીન ગૃહપ્રધાન સુશીલકુમાર વચ્ચે હતા.

ABOUT THE AUTHOR

...view details