વોશિન્ગટન: સંયુક્ત રાષ્ટ્રમાં ચીન માત આપતા ભારતે ECOSOC સાથે જોડાયેલા આયોગમાં સ્થાન મેળવી લીધું છે. આ આયોગ મહિલાઓની સ્થિતિ પર કામ કરે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ.તિરુમૂર્તિ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
તિરૂમૂર્તિએ કહ્યું કે, પ્રતિષ્ઠિત ECOSOCમાં ભારતે એક બેઠક જીતી લીધી છે. ભારત મહિલાઓની સ્થિતિ પર આયોગના સભ્ય તરીકે ચૂંટાયો છે. ભારતમાં મહિલાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને મહિલા સશક્તિકરણ માટે કરેલી કામગીરી દર્શાવે છે.