ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાનના PM ઇમરાન ખાને કર્યું કરતારપુર કૉરિડોરનું ઉદ્ધાટન

કરતારપુરઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવની 550મી જયંતીના અવસર પર ભારતીય શીખ તીર્થયાત્રીયોને વિઝા મુક્ત પ્રવેશની સુવિધા માટે શનિવારે ઐતિહાસિક કરતારપુર કૉરિડોરનું ઉદ્ધાટન કર્યું હતું.

PM ઇમરાન ખાને કર્યું કરતારપુર કૉરિડોરનું ઉદ્ધાટન

By

Published : Nov 9, 2019, 7:57 PM IST

કરતારપુર કૉરિડોરના ઉદ્ધાટનના અવસર પર ભારત સહિત દુનિયાભરના હજારો શીખ શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતાં. આ સમારોહમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને નવજોત સિંહ સિદ્ધુ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

ઇમરાન ખાને લગભગ 12000 શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં કહ્યું કે, 'મારો વિશ્વાસ કરો, મને આ જગ્યાના મહત્વનો કોઇ અંદાજો ન હતો. મને એક વર્ષ પહેલા ખબર પડી કે, ગુરૂ નાનક દેવે પોતાના જીવનના અંતિમ 18 વર્ષ કરતારપુર સાહેબમાં વિતાવ્યા હતાં, જે હવે દુનિયાના સૌથી મોટા શીખ ગુરૂદ્વારા બન્યા છે.'

પોતાના સંક્ષિપ્ત સંબોધન દરમિયાન ઇમરાને કાશ્મીરના મુદ્દાને ઉઠાવ્યો હતો અને કહ્યું કે, તેનાથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે 70 વર્ષની નફરત દૂર થઇ છે. તેમણે કહ્યું કે, કાશ્મીરના મુદ્દાના સમાધાનથી ભારત અને પાકિસ્તાનની સમૃદ્ધિ અને અરસ-પરસ વિકાસ થશે.

ઇમરાને ઘાટીમાં ધારા 370 અને સંચાર સેવાઓ સમાપ્ત કરવાની વાત કરતા કહ્યું કે, ભારતે કાશ્મીરના લોકો માટે ન્યાય સુનિશ્ચિત કરવો જોઇએ. તેમણે એક દિવસ બંને પાડોશી દેશો વચ્ચે સંબંધ સુધરશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

પૈગંબર મોહમ્મદ, નેલ્સન મંડેલા અને સુફી સંતોના ઉદાહરણો આપતા કહ્યું કે, એક સાચા નેતા હંમેશા લોકોની સાથે લાવે છે.

તેમણે કહ્યું કે, 'હું શીખ સમુદાયને જોઇને હંમેશા ખૂબ જ ખુશ થાવ છું. ભગવાન આપણા બધાના દિલોમાં વસે છે. તમામ લોકો દૂત, જે દુનિયામાં આવ્યા, તે માત્ર બે સંદેશા લાવ્યા છે, એક શાંતિ અને ન્યાય.'

ઇમરાન ખાને ગુરૂદ્વારા દરબાર સાહેબની વિભિન્ન એકમોની વાત કરી અને ભારતીય શીખ તીર્થ યાત્રીયોના પહેલા સમુહનું સ્વાગત પણ કર્યું હતું. એટલું જ નહીં તેમણે આ દરમિયાન ખાને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ ઇમરાનને કહ્યું કે, 'તમે તો દિલ જીતી લીધું છે.'

PM મોદીએ ક્હ્યું કે, કૉરિડો ખુલ્યા અને એકીકૃત ચેક પોસ્ટથી લોકોને બમણી ખુશી મળશે.

કાશ્મીરને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં કડવાશ હોવા છતાં ગત્ત મહિને એક કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ કરતારપુર કૉરિડોરના ઉદ્ધાટનનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. આ કરાર દરમિયાન દરરોજ 5000 ભારતીય તીર્થયાત્રીઓને ગુરૂદ્વાર દરબાર સાહેબ જવાની અનુમતિ આપશે, જ્યાં ગુરૂ નાનકે પોતાના જીવનના અંતિમ 18 વર્ષ પસાર કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details