ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતમાં ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થેયલી હિંસાની નિંદા કરતા કહ્યું કે, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોને નિશાન બનાવવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઈમરાને બુધવારે એક ટ્વીટમાં કહ્યું કે, પાકિસ્તાનના લોકોને કહેવા માગુ છું કે, જો કોઈ ગેરમુસ્લિમ નાગરિકોને અથવા ધર્મસ્થળોને નિશાન બનાવશે તો, કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણા અલ્પસંખ્યકો આ દેશના બરાબરના નાગરિક છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દિલ્હીમાં થયેલી હિંસાની નિંદા કરી અને કહ્યું કે, વિશ્વ સમુદાયએ હવે કાર્યવાહી કરવી જોઇએ.
ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું કે, 20 કરોડ મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. વિશ્વ સમુદાયે હવે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. તેમણે કહ્યું કે, જ્યારે પણ ધૃણા આધારિત નસ્લવાદી વિચારધારા હાવી થઇ જાય છે, ત્યારે જાનહાની થાય છે.
નાગરિકતા સુધારા કાયદા (CAA)ને લઇને ઉત્તર પૂર્વ દિલ્હીમાં રવિવારે થયેલી હિંસામાં 32 લોકોના મોત થયા છે અને 200થી વધારે લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગત વર્ષે સંયુક્ત મહાસભામાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, અંતરરાષ્ટ્ર્રીય સમુદાયે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નાબૂદ કરવાના ભારતના નિર્ણયને અવગણના કરી હતી.