- કાબુલથી ત્રીજી વખત ભારતીયોને લવાઈ રહ્યા છે વતન
- ભારતીય એરફોર્સનું C-130J પરિવહન જહાજ કાબુલથી રવાના
- સાંજ સુધીમાં કુલ 85 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદથી ભારતીયોને ત્યાંથી નિકાળવાના તમામ સંભવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસો અંતર્ગત ભારતીય એરફોર્સના C-130J પરિવહન જહાજે કાબુલથી 85 જેટલા ભારતીયો સાથે ઉડાન ભરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ જહાજ ઈંધણ ભરાવવા માટે તાજિકિસ્તાનમાં ઉતર્યું હતું. ભારત સરકારના અધિકારીઓ ભારતીય નાગરિકોને ત્યાંથી નિકાળવા માટે મદદ કરી રહ્યા છે.