ગુજરાત

gujarat

ETV Bharat / international

રાષ્ટપતિ પદે ચુંટાવ તો નવા વડાપ્રધાનની નિમણુક કરીશ: પ્રેમદાસા - શ્રી લંકા ચુંટણી

કોલંબો: શ્રીલંકાની સત્તાધારી પાર્ટીના શાસક પક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના દાવેદાર સજિત પ્રેમદાસાએ કહ્યુ કે,જો આગામી ચુંટણીમાં જો તે જીતશે તો તેઓ એક નવા વડાપ્રધાનની નિયુક્તિ કરશે.તેમણે સંકેત આપ્યો કે,ચુંટણી બાદ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંધેને પદ છોડવું પડશે.

રાષ્ટપતિ પદે ચુંટાવ તો નવા વડાપ્રધાનની નિમણુક કરીશ: પ્રેમદાસા

By

Published : Nov 9, 2019, 8:29 AM IST

યુનાઈટેડ નેશનલ પાર્ટીના નેતા પ્રેમદાસાએ કહ્યુ કે, જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાય તો બહુમત મેળવેલામાંથી વડાપ્રધાન કોણ બનશે તનો નિર્ણય સાસંદ કરશે.

તમને જણાવી દઇએ કે, 16 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં પ્રેમદાસા અને મુખ્ય વિરોધી પક્ષ ગોતાભય રાજપક્ષે વચ્ચે કટ્ટર હરીફાઈ છે. રાજપક્ષેએ પણ વિક્રમસીંધેને હટાવીને તેના ભાઈ અને મહિંદાને વડાપ્રધાન બનાવવાની વાત કરી છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા 2015 માં ત્રીજી વખત ચૂંટણી જીતી શક્યા ન હતા, તેઓ પદ પર બન્યા રહેવાની મર્યાદા સંબંધિત નવી બંધારણીય જોગવાઈ હેઠળ ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવાર રહી શક્યા ન હતા.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચુંટણીના પરિણામોની સંસદની રચના તેમજ મંત્રીમંડળ અને વડાપ્રધાનના પદની નિમણુકમાં કોઈ અસર નહિ પડે.

ABOUT THE AUTHOR

...view details