ગુજરાત

gujarat

ETV Bharat / international

હોંગકોગમાં પ્રદર્શનકારીઓએ સંસદ પર કર્યો કબજો - taiwan

હોંગકોંગ: હોંગકોંગના ચીન સમર્થક નેતા એક બીલ પર ભાર આપી રહ્યા છે. જેમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે ચીનને વિસ્તૃત કરવાની જોગવાઈ છે.

CHINA

By

Published : Jul 2, 2019, 11:48 AM IST

આ બીલના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાથી સંસદ સુધી આવી ગયા છે. હોંગકોંગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. કેટલાક પ્રદર્શનકારીઓએ તેમના માથા પર હેલ્મેટ પણ પહેર્યા છે, જે તેમને સલામતી દળો સામે બચાવમાં મદદ કરે છે.

સંસદ ભવનની અંદર પણ પ્રદર્શનકારીઓએ ઇમારત તોડવાની કોશિશ કરી હતી. સંસદ ભવનની અંદર પ્રદર્શનકારીઓએ ઇમારતમાં તોડફોડ કરીને દિવાલ પર ચિત્રો બનાવ્યા તેમજ વિધાન પરિષદ પાસે બ્રિટિશ વસાહતી ધ્વજ પણ ફરકાવ્યો હતો.

પ્રદર્શનકારીઓના ઉગ્ર પ્રદર્શન પછી પણ તે દરમિયાન પોલીસ મુક દર્શક બનેલી જોવા મળી હતી. સોમવારે સંસદની અંદર અને બહાર લોકો તાંડવ કરતા રહ્યા, પરંતુ પોલીસ કંઇ કરી શકી નહીં.

હોંગકોંગના પ્રદર્શનકારીઓ ઇચ્છે છે કે, ચીન સાથેનું પ્રત્યાર્પણ બીલ પાછું લેવામાં આવે અને સાથે જ સરકારના મુખ્ય વડા કેરી લેમે તેમના પદ પરથી રાજીનામું આપે.

નવો કાયદો ફેબ્રુઆરીમાં મુકવામાં આવ્યો હતો અને તેના પર જુલાઈમાં મતદાન થવાની ધારણા છે. આ કાયદો હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ્સ અને કોર્ટને એવા દેશોમાંથી પ્રત્યાર્પણ માટેની વિનંતીઓ પર પ્રક્રિયા કરવાની મંજૂરી આપશે જેનો ભૂતપૂર્વ બ્રિટેન સાથે કોઈ પ્રત્યાર્પણ કરાર નથી. જેમાં ચાઇના, તાઈવાન અને મકાઉનો સમાવેશ થાય છે, જેને કોઈપણ કાનૂની તપાસ વિના લાવવાની મંજૂરી આપવામાં આવશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details