વૉશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસ ભારત અને તેના બધા દેશોની પ્રશંસા કરી છે, જેમણે કોવિડ 19 સંકટથી લડવા માટે બીજાની મદદ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિના પ્રવક્તા સ્ટીફન દુજારિકે દૈનિક સાક્ષાત્કારમાં ભારતના સંબંધ વિશે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે વાઇરસ સામેની આ લડાઇમાં વૈશ્વિક એકજૂટતા પ્રશંસનીય છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે ભારત સહિત તે બધા જ દેશોને સલ્યુટ કર્યું છે કોરોના સામેની લડાઇમાં બીજા દેશોની મદદ કરી રહ્યા છે.
ભારતે કોરોના સામેની આ વૈશ્વિક અભિયાનમાં આગળ આવીને ભાગ લીધો છે. હાલમાં જ ભારતે કોરોના મહામારીથી ત્રસ્ત અમેરિકા, બ્રાઝિલ અને ઇઝરાયલ સહિત કેટલાય દેશોને દવા મોકલી હતી.
ભારતે દક્ષિણ એશિયા એસોસિએશન ફોર રીજનલ કોઑપરેશન (SAARC)ના સભ્ય દેશોની મદદ કરવાની રજૂઆત કરી હતી.
અમેરિકામાં કોરોના મહામારી એક ભયાનક ત્રાસદી બનીને સામે આવી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે કોરોના સામેની લડાઇમાં મદદ માગી હતી. તેના બદલામાં ભારતે અમેરિકાને કોરોના સામે લડવા મલેરિયાની સારવામાં ઉપયોગી હાઇડ્રોક્લોરોક્વીન દવાઓ મોકલી હતી. બીજી તરફ અમેરિકાને લઇને ભારતનું આ પગલું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સંગઠનના અન્ય નેતાઓએ તેની ટીકા કરી હતી.
મળતી માહિતી મુજબ મલેરિયાની સારવારમાં ઉપયોગી આ દવાનો કોરોનાની સારવારમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, ભારતે પોતાના સૈન્ય સ્વાસ્થય પેશવરોને કુવૈત અને માલદીવમાં મહામારી સામે લડવા મદદ કરવા માટે મોકલ્યા છે.