હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી દુનિયાભરમાં છ જુલાઇના સવારે 10 કલાક સુધી (ભારતીય સમયાનુસાર) સુધી 5,36,443થી વધુ લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં 5.36 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડા - ગ્લોબલ કોવિડ 19 ટ્રેકર
દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ગત્ત વર્ષે ડિસેમ્બરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. જે બાદ કોરોના સંક્રમણથી 5.36 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારોમાં 1,15,49,867થી વધુ લોકો આ મહામારીની ચપેટમાં આવ્યાં છે.
Global COVID-19 tracker
દુનિયાભરમાં 1,15,49,867 લોકોને કોરોના વાઇરસથી સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. વધુમાં જણાવીએ તો આ આંકડા સતત બદલાઈ રહ્યાં છે.
આ આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 65,37,764થી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે. દુનિયાભરમાં 44,88,268થી વધુ કેસ સક્રિય છે, જેમાંથી લગભગ 1 ટકા એટલે કે 58,527થી વધુ કેસ ગંભીર છે. આ આંકડા વર્લ્ડોમીટરમાંથી લેવામાં આવ્યાં છે.