ગુજરાત

gujarat

By

Published : Mar 24, 2021, 8:26 AM IST

Updated : Mar 24, 2021, 1:18 PM IST

ETV Bharat / international

બાંગ્લાદેશમાં રોહિંગ્યા કેમ્પમાં આગ, 15 મોત, 400 ગુમ

બાંગ્લાદેશમાં રોહિંગ્યા શિબિરમાં ભીષણ આગ લાગવાથી 15 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 400 લોકો ગુમ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

બાંગ્લાદેશમાં રોહિંગ્યા કેમ્પમાં આગ, 15 મોત, 400 ગાયબ
બાંગ્લાદેશમાં રોહિંગ્યા કેમ્પમાં આગ, 15 મોત, 400 ગાયબ

  • બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વ કોક્સ બજાર જિલ્લાની ઘટના
  • આગના કારણે 10,000 ઝૂંપડપટ્ટી બળીને ખાક થઈ
  • બચાવ કર્મચારીઓએ 15 મૃતદેહ કબજે કર્યા હતા

આ પણ વાંચોઃસાબરકાંઠાના હિંમતનગર નજીક કાંકણોલ ગામમાં આગ લાગતા ઘઉંના પાકને થયું નુકસાન

ઢાકાઃ બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વ કોક્સ બજાર જિલ્લામાં રોહિંગ્યા શિબિરમાં ભીષણ આગ લાગતા 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 400 લોકો હજી પણ ગુમ છે. સંયુક્ત રાષ્ટ્રના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ માહિતી આપી હતી. મોડી રાત્રે લાગેલી આગના કારણે હજારો ઝૂંપડપટ્ટી બળીને ખાક થઈ ગઈ છે. આ ઝૂંપડપટ્ટીઓમાં 45,000થી વધારે લોકો રહેતા હતા. જોકે, બચાવ કર્મચારીઓએ 15 મૃતદેહ કબજે કર્યા હતા. જ્યારે આગથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ગેસ લાઇનમાં આગનો બનાવ

બાંગ્લાદેશના કોક્સ બજારમાં 11 લાખથી વધારે રોહિંગ્યા શરણાર્થી છે

સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીના પ્રવક્તા જોહાનેસ વાન દેર ક્લાઉએ કહ્યું હતું કે, અમે અત્યાર સુધી 15 લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે. જ્યારે 400 લોકો ગુમ છે. આ સાથે જ 10,000 ઝૂંપડપટ્ટી બળીને ખાક થઈ ગઈ છે. સરકારના ઉપપ્રમુખ શરણાર્થી કમિશનર શમશાદ દૌજાએ કહ્યું કે, આગ લાગવાના કારણો જાણવા માટે અમે તપાસ કરાવીશું. બાંગ્લાદેશના કોક્સ બજારમાં 11 લાખથી વધારે રોહિંગ્યા શરણાર્થી છે, જે પાડોશી દેશ મ્યાનમારમાં સૈન્ય કાર્યવાહી પછી પલાયન કરીને આવ્યા હતા.

Last Updated : Mar 24, 2021, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details