ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇન્ડોનેશિયામાં ચર્ચની બહાર આત્મઘાતી હુમલો, 14 લોકો ઈજાગ્રસ્ત - INTERNATIONAL news

ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ પર એક રોમન કેથોલિક ચર્ચની બહાર એક આત્મઘાતી હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Indonesia
Indonesia

By

Published : Mar 29, 2021, 7:00 AM IST

  • ઇન્ડોનેશિયામાં ચર્ચની બહાર આત્મઘાતી હુમલો
  • હુમલામાં ઓછામાં ઓછા 14 લોકો ઈજાગ્રસ્ત
  • હુમલામાં સુરક્ષાકર્મી સહિત ચર્ચમાં આવેલા અનેક લોકો ઈજાગ્રસ્ત

મકાસ્સર: ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ પર રવિવારની પ્રાર્થના દરમિયાન એક આત્મઘાતી હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ચર્ચમાં હાજર હતા. પોલીસે આ માહિતી આપી હતી.

ઇન્ડોનેશિયામાં ચર્ચની બહાર આત્મઘાતી હુમલો

કેથોલિક પાદરી વિલ્હેલમસ તુલકે પત્રકારોને જણાવ્યું કે, પ્રાર્થના દરમિયાન બ્લાસ્ટનો મોટો અવાજ સંભળાયો હતો. સવારે 10:30 વાગ્યે બોમ્બ ફૂટ્યો ત્યારે તે ઇસ્ટર પહેલાંના પવિત્ર સપ્તાહની શરૂઆત પ્રસંગે પ્રાર્થના સભાનું નેતૃત્વ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: લેબનાનની રાજધાની બેરૂતમાં ભયાનક વિસ્ફોટ, 73 લોકોના મોત

હુમલામાં ઓછામાં ઓછા 14 લોકો ઈજાગ્રસ્ત

તેઓએ કહ્યું કે, વિસ્ફોટ થયો ત્યારે ચર્ચમાં આવનારનો પહેલો સમૂહ બહાર જઈ રહ્યો હતો જ્યારે અન્ય સમૂહ અંદર આવી રહ્યો હતો.

હુમલામાં સુરક્ષાકર્મી સહિત ચર્ચમાં આવેલા અનેક લોકો ઈજાગ્રસ્ત

કેથોલિક પાદરી વિલ્હેલમસ તુલકે જણાવ્યું કે, ચર્ચમાં સુરક્ષાકર્મીને આશંકા છે કે, મોટરસાઈકલ પર આવેલા બે વ્યક્તિઓ ચર્ચમાં પ્રવેશ કરવા ઈચ્છતા હતા. તેમાંથી એકે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી. ઈજાગ્રસ્તોમાં કેટલાયે સુરક્ષાકર્મી અને ચર્ચમાં આવેલા લોકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પાકિસ્તાન: કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ, 3 ના મોત, 15થી વધુ ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના કરાચીમાં મોટો વિસ્ફોટ

પાકિસ્તાનના કરાચીમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. ગુલશન-એ-ઇકબાલમાં મસકન ચોરંગીમાં એક ચાર માળની ઇમારતમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતો તો 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આસપાસની ઇમારતોની બારી પણ તૂટી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details