ગુજરાત

gujarat

ETV Bharat / international

સારવાર માટે વિદેશ જવામાં વિલંબથી નવાઝની તબિયત બગડી રહી છે: PML-N - નવાઝ શરીફ ન્યૂઝ

લાહોર: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટીએ કહ્યું કે, વિદેશમાં સારવાર માટે તેમની યાત્રામાં થયેલા વિંલંબના કારણે તેમની તબિયત બગડી રહી છે.

નવાઝ શરીફ

By

Published : Nov 11, 2019, 1:52 PM IST

નવાઝ શરીફ ઉડાન પ્રતિબંધ લિસ્ટમાં પોતાનું નામ હટવાની રાહ જોઈ રહ્યાં છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ના 69 વર્ષીય સુપ્રીમો ડોકટરોની સલાહ અને પોતાના પરિવારની દરખાસ્તને માનતા બ્રિટેનમાં સારવાર માટે શુક્રવારે રાજી થયા હતા. તેમણે રવિવાર સવારે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ના વિમાનથી લંડન જવાનું હતું.

પાકિસ્તાન સરકારે ઉડાન પ્રતિબંધ લિસ્ટમાં એક્ઝિટ કન્ટ્રોલથી (ઈ.સી.એસ) શરીફનું નામ નથી હટાવ્યું. કારણ કે, રાષ્ટ્રીય જવાબદારી બ્યુરોના અધ્યક્ષ આ મામલમાં કોઈ વાંધો નથી તેવા પુરાવો આપવા માટે હાજર નથી.

pml-nની પ્રવક્તા મિરયન ઔરંગઝેબે ટ્વીટ કરીને કહ્યું કે, ડોક્ટર્સના કહેવા અનુસાર શરીફને જલ્દી સારવાર માટે વિદેશ લઈ જવા જોઈએ.

મરિયમે કહ્યું કે, ડોકટર્સે પૂર્વ વડાપ્રધાનની વિદેશ યાત્રા માટે સ્ટેરોયડ્સનો ખોરાક આપ્યો છે. ડોક્ટર્સે કહ્યું કે, તેમણે વારવાર સ્ટેરોયડ્સનો ખોરાક ન આપી શકાય.

ડોક્ટર્સે કહ્યું કે, શરીફને સારવાર માટે વિદેશ જવાની જરૂર છે. જેના વિલંબથી તેમની તબિયત બગડી શકે છે.

શનિવારે નવાઝ શરીફનું પ્લેટેલેટ કાઉન્ટ 20,000 હતું.

શરીફે બુધવારે 6 નવેમ્બરે લાહોરમાં તેમના જટ્ટી ઉમરા રાયવિંડ સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા. બે અઠવાડીયાથી નવાઝ શરીફ બિમારીનો સામનો કરી રહ્યાં છે. પાકિસ્તાનના એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details