આ ઘટના બાદ વડાપ્રધાન હુન સેન બચાવ કાર્યની ટુકડી સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
કંબોડિયામાં ઈમારત ધસી પડતા મૃત્યુઆંક વધીને 24 થયો - toll rises
નોમ પેન્હ: કંબોડિયામાં પ્રેહ સિહનૌક વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન ઈમારત ધસી પડતા દબાઈને મરાનારા લોકોની સંખ્યા હવે 24 થઈ ગઈ છે. આ અંગેની જાણકારી તંત્ર દ્વારા સોમવારના રોજ આપવામાં આવી હતી. આ ઘટના સોમવાર સવારે 6.30 કલાકે થઈ હતી જ્યાં ઈમારતમાં નીચે સૂતેલા 24 લોકો દટાયા હતા તથા 24 લોકો ઘાયલ પણ થયા છે જેમાં 24ના તો મોત નિપજી ચૂક્યા છે.
ians
આ ઘટના બન્યા બાદ શહેરી વિકાસ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ ઈમારતનું નિર્માણ પરવાનગી વગર કરવામાં આવ્યું હતું.
હાલ આ ઈમારત પડવાનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે.
Last Updated : Jun 24, 2019, 3:57 PM IST