પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની સ્થિતિ પ્લેટલેટ્સમાં ઘટાડો થતા નાજુક બની હતી. તેમને કોટ લખપત જેલથી લાહોરની સર્વિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. કોટ લખપત જેલમાં સજા ભોગવી રહેલા મરિયમ નવાઝે હોસ્પિટલમાં તેના પિતાની મુલાકાત લેવાની પરવાનગી માંગવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
નવાઝ શરીફને મળવા પહોંચેલી પુત્રી મરિયમ નવાઝની પણ તબિયત લથડી - pakistan former pm news
લાહોર: કોટ લખપત જેલમાં સજા ભોગવી રહેલી મરિયમ નવાઝે હોસ્પિટલમાં તેના પિતાની મુલાકાત લેવાની પરવાનગી માંગવા માટે કોર્ટમાં અરજી કરી હતી. વડાપ્રધાન ઇમરાન ખાનની સૂચના પર, પંજાબ ગૃહ વિભાગે મરિયમને તેના બીમાર પિતાની મુલાકાત લેવાની મંજૂરી આપી. પિતાની મુલાકાત બાદ મરિયમ પણ બીમાર પડી હતી. આ પછી, તે પણ આ જ હોસ્પિટલમાં અને નવાઝના ઓરડાની બાજુના ઓરડામાં દાખલ છે.
મરિયમ નવાઝ
વડાપ્રધાન ઇમરાન ખાનની સૂચના પર, પંજાબ ગૃહ વિભાગે મરિયમને તેના બીમાર પિતાની મુલાકાત લેવાની મંજૂરી આપી. પિતાની મુલાકાત બાદ મરિયમ પણ બીમાર પડી હતી. આ પછી, તે પણ આ જ હોસ્પિટલમાં અને નવાઝના ઓરડાની બાજુના ઓરડામાં દાખલ છે. મરિયમ વીવીઆઈપી 2માં દાખલ છે, જ્યારે તેના પિતા વીવીઆઈપી 1માં દાખલ છે. કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં મરિયમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. બાદમાં બુધવારે તેની કસ્ટડીમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો હતો.