ગુજરાત

gujarat

ETV Bharat / international

સિંગાપુરમાં કોરોનાના 233 નવા કેસ સામે આવ્યા, 59 ભારતીય સામેલ - SINGAPUR

સિંગાપુરમાં કોરોના વાઇરસથી સંક્રમિતની સંખ્યા સતત વધતી જઇ રહી છે. સિંગાપુરમાં 2532 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે. જેમાં કેટલાક ભારતીય લોકો પણ સામેલ છે. વિશ્વમાં કોરોના વાઇરસથી સંક્રમિતની સંખ્યા 18 લાખને પાર પહોંચી છે. કોરોના વાઇરસના સંક્રમણના કારણે એક લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે.

સિંગાપુરમાં કોરોનાના 233 નવા કેસ આવ્યા સામે, 59 ભારતીય સામેલ
સિંગાપુરમાં કોરોનાના 233 નવા કેસ આવ્યા સામે, 59 ભારતીય સામેલ

By

Published : Apr 13, 2020, 8:23 PM IST

સિંગાપુર : સિંગાપુરમાં વધુ 233 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત મળી આવ્યા છે. જેમાં 59 લોકો ભારતીય છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2532 પર પહોંચી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે આ નવા કેસમાં 51 લોકો સાર્વજનિક સ્થળ પર સંક્રમિત થયા હતા. જ્યારે 15 લોકો સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા.

હોસ્પિટલમાં 976 લોકોમાંથી 31 લોકોની હાલત ગંભીર છે અને તે ICU હેઠળ છે, જ્યારે અન્ય લોકોનુ સ્વાસ્થ્ય સ્થિર છે જેના સ્વાસ્થ્યમાં સુધાર આવી રહ્યો છે.

મંત્રાલયે જણાવ્યું કે 988 કેસ સામે આવ્યા છે. જેમાં બીમારીના લક્ષણ નથી, પરંતુ તેનામાં સંક્રમણ થયુ હોવાનું જાહેર કર્યુ છે.

દેશમાં સંક્રમણથી 8 લોકોના મોત નિપજ્યા છે. આ સંક્રમણે વિશ્વભરમાં 1,14,185 લોકોનો જીવ લીધો છે જ્યારે 18 લાખ લોકો સંક્રમિત થયા છે.

ABOUT THE AUTHOR

...view details