ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીનમાં કોરોના વાયરસથી 6ના મોત, ભારતમાં આવતા ચીની મુસાફરોની આરોગ્ય તપાસના આદેશ - વાયરસ

ભારતીય આરોગ્ય મંત્રાલયે નાગરિક ઉડ્યન-વિમાન મંત્રાલય, વિદેશ મંત્રાલય અને રાજ્યો/કેન્દ્રશાસિત રાજ્ય સરકારોને કોરોના વાયરસથી થતા ખતરા સામે લડવાની તૈયારીની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યા બાદ ભારતમાં આવતા મુસાફરોની આરોગ્ય તપાસણી ફરજિયાત કરી દીધી છે.

કોરોનાવાયરસ: 6 મોત, ભારતમાં ચીની મુસાફરોની તપાસના આદેશ
કોરોનાવાયરસ: 6 મોત, ભારતમાં ચીની મુસાફરોની તપાસના આદેશ

By

Published : Jan 22, 2020, 10:59 AM IST

Updated : Jan 22, 2020, 2:08 PM IST

બેઇજિંગ : ચીનમાં અત્યાર સુધી નવા વાયરસ જેવા સાર્સથી થયેલાં મોતનાં ઓછામાં ઓછા 6 કેસો નોંધાયા છે અને ટોચના નેતાઓએ અધિકારીઓને ચેતવણી આપી છે કે, આવા કિસ્સાઓને દબાવવાની કોશિશ ન કરો, જ્યારે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) આ ખતરનાક રોગ સામે લડવા માટે તેને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય આપત્તિ જાહેર કરવાની વિચારણા કરી રહી છે. ભારતમાં પણ સાત એરપોર્ટ પર ચીનથી આવતા મુસાફરોને તપાસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરકાર રોગને કાબૂમાં કરવાનો પ્રયાસ કરી રહી છે
આ રોગને નિયંત્રણમાં લેવા સરકારના પ્રયત્નો વચ્ચે, તેનાથી પ્રભાવિત લોકોની સંખ્યા આશરે 300 થઈ ગઈ છે. સરકાર 1 કરોડ 20 લાખની વસ્તીવાળા વુહાન શહેરના લોકોની હાલચાલ પર નજર રાખી રહી છે, જ્યાં ડિસેમ્બરમાં સાર્સ જેવા વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો.

ડબ્લ્યુએચઓ દ્વારા એક કટોકટી બેઠક યોજાઇ હતી
માહિતી અનુસાર, WHOએ તેને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય આપત્તિ જાહેર કરવાની વિચારણા કરવા માટે બુધવારે કટોકટીની બેઠક યોજી હતી. જેમ કે સ્વાઇન ફ્લૂ અને ઇબોલા દરમિયાન કરી હતી.

ચીનની વિદેશ યાત્રાથી કોરોનાવાયરસનું જોખમ વધી શકે છે
જો આવી કોઈ જાહેરાત કરવામાં આવે છે, તો આંતરરાષ્ટ્રીય પ્રતિસાદમાં તાત્કાલિક સંકલન માટે તુંરત કરવામાં આવશે કારણ કે, 24 જાન્યુઆરીથી શરૂ થનારી ચાઇનીઝ નવા વર્ષ અને વસંત ઉત્સવની રજાઓમાં લાખો ચિની ઘરેલુ અથવા તેમના વતનથી બીજા દેશમાં મુસાફરી કરશે. આ લોકોની મુસાફરીથી રોગનો ફેલાવોનું જોખમ અનેક ગણું વધશે.

ભારતના એરપોર્ટ્સ પર ચાઇનીઝ મુસાફરોની થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે
ભારતે આ મામલે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી દીધી છે. ચાલી રહેલી ચિંતા વચ્ચે ભારત સહિત વિશ્વના વિમાની મથકો પર ચીનથી આવતા મુસાફરોને તપાસવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભારતમાં પણ સાત એરપોર્ટ પર ચીનથી આવતા મુસાફરોને તપાસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

એક સત્તાવાર નિવેદન મુજબ મુસાફરોને દિલ્હી, મુંબઇ અને કોલકાતા સહિત સાત એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહી છે.

તાવ અથવા શરદીના લક્ષણોથી પીડાતા મુસાફરોની વિશેષ તપાસ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હોંગકોંગ સહિત ચીનના કોઈપણ એરપોર્ટને દેશમાં પહોંચતી ફ્લાઇટ્સની અંદર ઘોષણા કરવા કહેવામાં આવ્યું છે કે, તાવ અથવા શરદીના લક્ષણોથી પીડાતા મુસાફર અને છેલ્લા 14 દિવસની અંદર વુહાન આવેલા કોઈપણ મુસાફરને ભારતીય એરપોર્ટ પર પહોંચ્યા પછી તરત જ તેણે ત્યાં હાજર અધિકારીઓને જાણ કરવી જોઇએ, જેથી તેની તપાસ થઈ શકે.

મુસાફરો દેશની યાત્રા દરમિયાન સાવચેતી લેતા હોય છે
આ ચીનના હુબેઈ પ્રાંતના વુહાનમાં નવા કોરોનાવાયરસ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી મુસાફરી સલાહની અનુરૂપ છે. જેમાં નાગરિકોને તે દેશની મુલાકાત દરમિયાન કેટલાક સાવચેતીના પગલા ભરવા જણાવ્યું હતું. દિલ્હી, મુંબઇ અને કોલકાતા ઉપરાંત, ચેન્નઇ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચિનમાં પણ મુસાફરોને તપાસવાની સુવિધા મળશે.

કોરોનાવાયરસ શું છે
કોરોનાવાયરસ (સીઓવી) એ વાયરસના વિશાળ પરિવારનો સભ્ય છે, જેણે સામાન્ય શરદીથી લઈને તીવ્ર શ્વસન સિન્ડ્રોમ સુધીની બીમારીઓ પેદા કરી છે, પરંતુ આ વાયરસ જેણે ચીનમાં અત્યાર સુધીમાં 6 લોકોનો ભોગ લીધો છે, તે પહેલા કરતા અલગ પ્રકારનો છે.

WHOનું કહેવું છે કે,
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ જણાવ્યું હતું કે, નવી સીઓવી જાતિના લક્ષણો ડિસેમ્બરમાં વુહાનમાં દેખાવા માંડ્યા હતા અને અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોને આનાથી ચેપ લાગ્યો છે. આથી પીડિત લોકોને શ્વાસ લેવામાં તાવ, ખાંસી વગેરેની તકલીફ હોય છે.

ગંભીર કિસ્સાઓમાં મૃત્યુ થઈ શકે છે
વધુ ગંભીર કેસોમાં ચેપ ન્યુમોનિયા, તીવ્ર શ્વસન સિન્ડ્રોમ, કિડની નિષ્ફળતા અને મૃત્યુનું કારણ બની શકે છે.

આ રોગો પણ થઈ શકે છે
WHO અનુસાર, સીઓવીએ વાયરસની ખૂબ મોટી પ્રજાતિ છે, જે સામાન્ય શરદીથી લઈને મધ્ય પૂર્વના શ્વસન સિન્ડ્રોમ અને ગંભીર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ સુધીની ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

નિષ્ણાત શું કહે છે
મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજીના ડિરેક્ટર જી અરુણ કુમારે જણાવ્યું હતું કે, શરૂઆતમાં ઉપલબ્ધ ડેટા સૂચવે છે કે, નવી કોરોનાવાયરસ 201 (2019-એનસીવી) એ સાર્સ-સીઓવી અને એમઇઆરએસ-સીઓવી કરતા મૃત્યુનું ઓછું કારણ છે. આ રોગના લક્ષણો ન સમજાય તેવાથી લઈને ગંભીર પ્રકૃતિ સુધીના હોઈ શકે છે.

ચેતવણી વિશ્વના ઘણા દેશોમાં જારી કરવામાં આવી છે
મનુષ્યથી મનુષ્યમાં આ વાયરસ ફેલાવાની પુષ્ટિ કર્યા પછી વિશ્વના ઘણા દેશોમાં એક ચેતવણી જારી કરવામાં આવી છે. થાઇલેન્ડ, જાપાન અને દક્ષિણ કોરિયામાં કેસ નોંધાયા છે.

ચેપગ્રસ્ત પ્રાણીઓ દ્વારા પણ કોરોનાવાયરસ ફેલાય છે
WHO મુજબ, કોરોનાવાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાય છે.

WHO એ આ માર્ગદર્શિકા બહાર પાડી
WHOએ તેની સાથે વ્યવહાર કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. આમાં માંદગીની સંભાળ અને દર્દીઓની સારવારથી સંબંધિત માર્ગદર્શિકા શામેલ છે.

Last Updated : Jan 22, 2020, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details