રિયાધ: આખી દુનિયા કોરોના વાઈરસ સામે લડી રહી છે. પછી ભલે તે સામાન્ય માણસ હોય કે કોઈ ખાસ કોઈ પણ આ વાઈરસથી બચ્યું નથી. સાઉદી અરેબિયામાંં રાજવી પરિવારના 150 સભ્યોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ત્યારબાદ કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આઈસોલેશનમાં છે.
સાઉદી: રાજવી પરિવારના 150 સભ્યો કોરોનાગ્રસ્ત, કિંગ સલમાન આઈસોલેશનમાં - સાઉદી અરેબિયા ન્યૂઝ
કોરોના વાઈરસ વિશ્વભરમાં ફેલાયો છે. આ વાઈરસને કારણે 89 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તેમજ 15 મિલિયનથી વધુ લોકો આ વાઈરસથી સંક્રમિત છે. સાઉદી અરેબિયાના શાહી પરિવારના 150 સભ્યોમાં કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે.
coronavirus news
શાહી પરિવારની સારવાર કિંગ ફૈઝલ હોસ્પિટલના ડોકટર્સ દ્વારા કરવામાં આવી રહી છે. આ સિવાય હોસ્પિટલમાં 500 વધારાના બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે, કારણ કે ત્યાં કોરોનાનું જોખમ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.
આ બાબતે હોસ્પિટલે માહિતી આપી હતી કે, દેશભરમાં આવતા વીઆઈપી દર્દીઓ માટેની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. કારણ કે તેમને ખબર નથી કે કોરોના વાઈરસના કેટલા કેસો તેમની પાસે આવશે.