ગુજરાત

gujarat

ETV Bharat / international

પૃથ્વીના વિનાશની ભવિષ્યવાણી, ભારતમાં આવશે તબાહી, સંયુક્ત રાષ્ટ્રની ગ્લોબલ વોર્મિંગ ચેન્જ પેનલનો રિપોર્ટ - Great prophecy of the destruction of the earth

પૃથ્વીના વિનાશની સૌથી મોટી ભવિષ્યવાણી, ભારતમાં તબાહી આવશે, ઘણા વિસ્તારો ડૂબી જશે, જાણો કારણ સંયુક્ત રાષ્ટ્રની ગ્લોબલ વોર્મિંગ ચેન્જ પેનલે એક રિપોર્ટમાં કહ્યું કે દુનિયા વિનાશ તરફ જઈ રહી છે. ભારતમાં ચમોલી જેવી વધારે તબાહી આવશે, ઘણા વિસ્તારો ડૂબી જશે. સંયુકત રાષ્ટ્રના જળવાયુ પરિવર્તન રિપોર્ટમા મોટી ભવિષ્યવાણી થઈ છે, શહેરો ગ્લોબલ વોર્મિંગના 'હોટ સ્પોટ બન્યા છે.

પૃથ્વીના વિનાશની સૌથી મોટી ભવિષ્યવાણી
પૃથ્વીના વિનાશની સૌથી મોટી ભવિષ્યવાણી

By

Published : Aug 10, 2021, 7:23 AM IST

  • પૃથ્વીના વિનાશની સૌથી મોટી ભવિષ્યવાણી
  • સંયુક્ત રાષ્ટ્રની ગ્લોબલ વોર્મિંગ ચેન્જ પેનલનો રિપોર્ટ
  • ભારતમાં ચમોલી જેવી તબાહી વધવાનો ખતરો

ન્યુઝ ડેસ્ક: પૃથ્વીના વિનાશની સૌથી મોટી ભવિષ્યવાણી, ભારતમાં તબાહી આવશે, ઘણા વિસ્તારો ડૂબી જશે, જાણો કારણ સંયુક્ત રાષ્ટ્રની ગ્લોબલ વોર્મિંગ ચેન્જ પેનલે એક રિપોર્ટમાં કહ્યું કે દુનિયા વિનાશ તરફ જઈ રહી છે. ભારતમાં ચમોલી જેવી તબાહી વધશે, ઘણા વિસ્તારો દરિયામાં ડૂબશે, સંયુકત રાષ્ટ્રના જળવાયુ પરિવર્તન પર આંતરિક સરકારી પેનલે એક અહેવાલમાં વૈશ્વિક કક્ષાએ સમુદ્રના જલ સ્તર પર એવો ઘટસ્ફોટ કર્યો છે કે, ગ્લોબલ વોર્મિંગનો ખતરો આપણી આશંકાઓ કરતાં પણ ઊંડો છે. શહેરો ગ્લોબલ વોર્મિંગના 'હોટ સ્પોટ બન્યા છે.

શહેરો ગ્લોબલ વોર્મિંગના 'હોટ સ્પોટ બન્યા

સંયુક્ત રાષ્ટ્રની ગ્લોબલ વોર્મિંગ ચેન્જ પેનલે એક રિપોર્ટમાં કહ્યું કે, શહેરો ગ્લોબલ વોર્મિંગના 'હોટ સ્પોટ બન્યા છે. આનું કારણ એ છે કે, ત્યાં વાતાવરણને ઠંડુ રાખવા માટેના પાણી અને વૃક્ષો-વનસ્પતિના સ્ત્રોત ખૂટી પડ્યા છે. મતલબ, વૃક્ષોનું આડેધડ નિકંદન અને પર્યાપ્ત પાણીની અસુવિધાઓ. રિપોર્ટમાં ઉમેરાયું છે કે, વૈશ્વિક કક્ષાએ સમુદ્રની સપાટી 1901 થી 2018 વચ્ચે સરેરાશ 0.20 મીટર વધી છે. સંયુક્ત રાષ્ટ્રની આ આંતરિક સરકારી પેનલે જાહેર કરેલા પોતાના છઠ્ઠા અહેવાલને સોમવારે જાહેર કર્યો છે.

વૈજ્ઞાનિકોએ દુનિયાભરમાં ધરતી અને જળવાયુ ઇકોસિસ્ટમનો તાગ મેળવ્યો

જણાવી દઈએ કે, ભારત પણ આ પેનલનો જ એક ભાગ છે. આ અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ દુનિયાભરમાં ધરતી અને જળવાયુ ઇકોસિસ્ટમનો તાગ મેળવ્યો છે. જેમાં ચોંકાવનારી એ બાબત સામે આવી કે જળવાયુ પરિવર્તનની જે ગંભીર મુશ્કેલીઓની આશંકાઓ હતી, તે શરૂઆતમાં જ જોવા મળી. જે સરભર થવું લગભગ જ શક્ય હોય છે. જેમ કે, સમુદ્રના વધતાં જળ સ્તરને પાછું લાવવામાં હવે લગભગ હજારો કે સેંકડો વર્ષો લાગી જાય છે. જળવાયુ પરિવર્તનની ઘાતક અસરથી બચવા માટે કાર્બન ડાયોક્સાઈડ અથવા ધરતીનું તાપમાન વધારનારા અન્ય ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો લાવવો પડશે. જો કે,આ માટે તમામ દેશોએ સહમતી દર્શાવવી પડશે. આ વર્ષે બ્રિટનના ગ્લાસગોમાં કાર્બન ઉત્સર્જક દેશોની 1 બેઠક થનારી છે. જેમાં પ્રદૂષણ ફેલાવતા તત્વોમાં ભારે ઘટાડો લાવવાની કવાયદ હાથ ધરવામાં આવશે.

આમ છતાં,પૃથ્વીના વૈશ્વિક તાપમાનને સ્થિર કરવામાં 20 થી 30 વર્ષ જેટલો સમય લાગશે.

  • આ રિપોર્ટની કેટલીક મહત્વની વાતો, આ નથી જાણ્યું તો કશું જ નથી જાણ્યું
  1. ધરતી પ્રખરતાથી ગરમ થઈ રહી છે. 2030 સુધીમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધશે તાપમાન.
  2. સૌથી મોટો ખતરો- સરેરાશ 1.3 મીટર પ્રતિ વર્ષની ઝડપથી સમુદ્રનું જલસ્તર વધી રહ્યું છે.
  3. હિટવેવ અને ગરમ લૂ ની ઘટનાઓ પહેલા કરતાં વધી છે 1950 બાદ ભીષણ ગરમી વિશ્વના મોટા-ભાગના વિસ્તારોમાં જોવા મળે છે. જ્યારે ઠંડક ઘટી છે અને નબળી પડતી જાય છે
  4. માનવીય ગતિવિધિઓના કારણે થઈ રહેલું જળવાયુ પરિવર્તન જ ગ્લોબલ વોર્મિંગના ખતરનાક પરિણામો માટે જવાબદાર છે. તુરંત નહીં કાબુ લવાય તો નુકસાન ભરપાઈ કરવું અસંભવ.
  5. શહેરો ગ્લોબલ વોર્મિંગના હોટસ્પોટ, પાણી- વૃક્ષોની ઘાટ ગરમીની એક જાળ રચે છે.
  6. વાતાવરણમાં આકસ્મિક ઘટનાઓ અને અસામાન્ય બદલાવ મળી રહ્યા છે જોવા. હવે બે કે તેથી વધુ કુદરતી હોનારત આવે છે સામે. હિટવેવ અને દુકાળની ઘટનાઓ ત્રાટકે છે એક સાથે.
  7. તજજ્ઞોનું માનવું છે કે, કોઈ અણધારી કુદરતી આપતી કે ગ્લોબલ વોર્મિંગની ઘટનાનું ખાસ કારણ કહેવું મુશ્કેલ છે. પરંતુ માનવીય ગતિવિધિઓની અસર અને તીવ્રતાનું સારી રીતે મૂલ્યાંકન થઈ શકે છે.
  8. જળવાયુ પરિવર્તન અને જીવનધોરણ એક-બીજાથી જોડાયેલી એક સમસ્યાનું સમાધાન કરતાં જીવનધોરણમાં સુધારો અને આર્થિક ઉન્નતિ તેમની રીતે જ બહેતર બને છે.
  9. અહેવાલનું તારણ... ગ્લોબલ વોર્મિંગને સદીના અંત સુધીમાં નિયંત્રિત કરી શકાય તેમ છે. આ માટે કાર્બન ઉત્સર્જનમાં ભારે ઘટાડો અને કાપ લાવવા પડશે. પેટ્રોલ-ડીઝલ સાથે ગ્રીનહાઉસ ઉત્સર્જનને પ્રોત્સાહિત કરતી ગતિવિધિઓ પર નિયંત્રણ જરૂરી છે.

આ પણ વાંચો:લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી 150થી વધુ પ્રવાસીઓ ફસાયા

ABOUT THE AUTHOR

...view details