નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ પર બન્ને દેશના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલુ છે. ચીનના રાજદૂત સન વેઇદોંગ (Sun Weidong) એ ઇન્ડિયા ચાઇના યુથ વેબિનાર દરમિયાન કહ્યું કે, ચીન ભારતને એક વિરોધી તરીકે નહીં, પણ એક મિત્રના રૂપમાં જોવે છે, ચીન માટે ભારત એક તક છે.
ચીની રાજદૂતે કહ્યું- ભારત અમારી માટે ખતરો નહીં પણ તક છે - ચીનના રાજદૂત સિન વેઇદોંગ
ચીનના રાજદૂત સિન વેઇદોંગે ઇન્ડિયા-ચાઇના યુથ વેબિનાર દરમિયાન કહ્યું કે, ચીન ભારતને એક વિરોધી તરીકે નહીં પરતું એક મિત્રના રૂપમાં જોવે છે. વેઇદોંગે કહ્યું કે, ચીન માટે ભારત ખતરો નથી, પણ એક તક છે. આ નિવેદન ગલવાન હિંસા પછી આપવામાં આવ્યું છે.
ચીનના રાજદૂત સિન વેઇદોંગ
ચીનના રાજદૂતે કહ્યું કે, "અમે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવીને સરહદ વિવાદને હલ કરવાનો પ્રયત્ન કરીશું. સંવાદ અને પરામર્શના માધ્યમથી અમે મતભેદોનો ઉકેલ લાવવાનું પ્રયાસ કરીશું અને દ્વિપક્ષીય સંબંધોને ફરીથી મજબૂત બનાવીશું."