ગુજરાત

gujarat

ETV Bharat / international

સમુદ્રમાંથી રોકેટ લોન્ચ કરનાર પ્રથમ દેશ બન્યો ચીન - sea

બીજિંગઃ ચીન પહેલો એવો દેશ બની ગયો છે કે જેણે તરતા જહાજ થકી અવકાશમાં સફળતાપૂર્વક રૉકેટ લોન્ચ કર્યું છે.

rocket

By

Published : Jun 6, 2019, 10:03 AM IST

સમાચાર એજન્સી સિન્હુઆ મુજબ, શાનડોંગ રાજ્યના પીત સાગરમાં એક ચાલી રહેલા પ્લેટફોર્મથી 'એક લોન્ગ માર્ચ -11 સોલિડ પ્રોપેલર કૈરિયર રોકેટે' 12.06 વાગ્યે ઉડાન ભરી. ચીનને સમુદ્ર સ્થિત પ્લેટફોર્મથી પહેલીવાર અવકાશમાં રૉકેટ લોન્ચ કર્યું છે અને આ લાંગ માર્ચ કૈરિયર રૉકેટ શ્રૃંખલાનું 306 નંબરનું અભિયાન છે.

ચીન અવકાશ ટેકનોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કરે છે અને તેનું લક્ષ્ય 2030 સુધીમાં આ ક્ષેત્રમાં એક મહાસત્તા બનવાનું છે.

લાંગ માર્ચ-11 નાના સેટેલાઈટને લઈ જઈ શકે છે અને એક જ સમયે કેટલાય સેટેલાઈટને સ્થાપિત કરી શકે છે. રૉકેટે બે ટેકનોલોજી પરીક્ષણ સેટેલાઈટ અને પાંચ વાણિજ્ય સેટેલાઈટ સાથે રાખી ઉડાણ ભરી છે.

સિન્હુઆએ અવકાશ ક્ષેત્રમાં વિશેષજ્ઞના સંદર્ભ સાથે જણાવ્યુ કે, 'સમુદ્રખી લોન્ચ કરવાની ટેકનોલોજી ઓછા નમણવાળા સેટેલાઈટોની વધતી માંગને પૂર્ણ કરશે અને ચીન બેલ્ટ અને રોડની પહેલમાં ભાગ લેનારાઓ માટે લોંચ સેવા પ્રદાન કરશે'

ABOUT THE AUTHOR

...view details