ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીનમાં પવનથી જુલવા લાગ્યો સમુદ્રી પુલ, થોડાંક સમય માટે બંધ - બેઇજિંગ

ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં એક સમુદ્રી પુલને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. કેમકે આ પુલ હવાથી હલવા લાગ્યો હતો. ચીન સરકારે આ નિર્ણય સાવચેતીના પગલે લીધો છે.

etv bharat
ચાઇના: પવનમાં જુલવા લાગ્યો સમુદ્રી પુલ,અસ્થાયી રૂપે બંધ

By

Published : May 7, 2020, 12:06 AM IST

બેજિંગ: ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં એક સમુદ્રી પુલ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. કારણ કે પુલ પવનથી હચમચી ગયો હતો. ચીન સરકારે સાવચેતીના પગલે આ નિર્ણય લીધો છે.

ચાઇના: પવનમાં જુલવા લાગ્યો સમુદ્રી પુલ,અસ્થાયી રૂપે બંધ

ચાઇનાના સેન્ટ્રલ ટેલિવિઝનના અહેવાલ મુજબ, ગુઆંગઝૂ અને ડોંગગુઆન શહેરને જોડતો આ પુલ સમુદ્રી પવનને કારણે મંગળવારે હચમચી ગયો હતો, ત્યારબાદ આ પુલ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. નિષ્ણાતો દ્વારા પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પુલની મુખ્ય રચનાને વધારે નુકસાન થયું નથી અને પુલ હચમચી જવાનું કારણ પવન છે.

ABOUT THE AUTHOR

...view details