- કેનેડાએ ભારત-પાકિસ્તાનથી આવનારી ફલાઈટ પર લગાવ્યો પ્રતિબંધ
- બહારથી આવનારા 1.8 ટકા પ્રવાસીઓમાં કોરોનાની પુષ્ટિ
- કાર્ગો એરક્રાફ્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે
ટોરોન્ટોઃકેનેડાએ કોરોના વાઈરસના વધતા જતા કેસો વચ્ચે ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડિયન વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાનથી આવતા પ્રવાસીઓ પર 30 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ બંને દેશોમાંથી આવતા પ્રવાસીઓમાં કોવિડની પુષ્ટિ થઈ છે અને તેમની સંખ્યા વધારે છે.
આ પણ વાંચોઃ ફ્રાન્સમાં કોરોનાના કારણે 3 અઠવાડિયા સુધી સ્કૂલો બંધ રહેશે
ભારત અને પાકિસ્તાનથી આવતા પ્રવાસીઓમાં કોરોનાની પુષ્ટિ
પરિવહન પ્રધાન અલખબ્રાએ માહિતી આપી હતી કે, ભારત અને પાકિસ્તાનથી હવાઈ યાત્રા કરનારા પ્રવાસીઓમાં કોવિડ -19 ની પુષ્ટિ થઈ છે, તેથી મેં આગામી 30 દિવસ માટે ભારત અને પાકિસ્તાનથી આવતી તમામ વ્યાપારી અને ખાનગી પ્રવાસી ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે.
કાર્ગો એરક્રાફ્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે
તેમણે વધુમાં કહ્યું કે, તે હંગામી ધોરણે લાગુ કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે આ કાર્ગો એરક્રાફ્ટ પર લાગુ થશે નહીં, જેથી જરૂરીયાતોને પહોંચી વળવા માટે રસી, પી.પી.ઇ કીટ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરી શકાય.