ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાન: પેશાવરના મદરસા નજીક વિસ્ફોટ, 7 ના મોત, 70 થી વધુ ઘાયલ

પાકિસ્તાનના પેશાવરમાં એક મદરસા નજીક વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે મદરસા, દીર કોલોનીમાં સ્થિત છે. ઘટનાસ્થળે પહોંચેલી રાહત અને બચાવ ટીમનું કહેવું છે કે આ વિસ્ફોટમાં 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 70 થી વધુ લોકો ઘાયલ થયા.

By

Published : Oct 27, 2020, 11:31 AM IST

પાકિસ્તાન
પાકિસ્તાન

  • પાકિસ્તાનના પેશાવરમાં વિસ્ફોટ
  • 7 ના મોત, 70 થી વધુ ઘાયલ
  • વિસ્ફોટ પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી

પેશાવર: પાકિસ્તાનના પેશાવરમાં એક મદરસા નજીક વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ મદરેસા દીર કોલોનીમાં સ્થિત છે. રાહત અને બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચી જણાવ્યું હતું કે વિસ્ફોટમાં 7 લોકો માર્યા ગયા હતા અને 70 થી વધુ ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી મોટા ભાગની હાલત ગંભીર છે.

રાહત અને બચાવ ટીમે ઘટના સ્થળે હાજર

પાકિસ્તાનના પેશાવરમાં એક મદરસા નજીક વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ મદરેસા દીર કોલોનીમાં સ્થિત છે. રાહત અને બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચી જણાવ્યું હતું કે વિસ્ફોટમાં 7 લોકો માર્યા ગયા હતા અને 70 થી વધુ ઘાયલ થયા છે.

વિસ્ફોટ પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. કેટલાક લોકો કહે છે કે તે સિલિન્ડર બ્લાસ્ટ છે. જોકે ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને એલઆર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ વડા ડો.સનાઉલ્લાહ અબ્બાસીનું નિવેદન

પોલીસ વડા ડો.સનાઉલ્લાહ અબ્બાસી અને SSP મન્સૂર અમને વિસ્ફોટની પુષ્ટિ કરી છે. તેઓ કહે છે કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. વિસ્ફોટ પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. મદરસામાં વિસ્ફોટ ત્યારે થયો જ્યારે બાળકો તેમા અભ્યાસ કરી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details