ગુજરાત

gujarat

By

Published : Jun 2, 2019, 11:15 AM IST

ETV Bharat / international

સુંદર મહિલાઓએ 'ગે' થવાથી બચાવી લીધોઃ ફિલિપીન્સ રાષ્ટ્રપતિ

ટોક્યોઃ ફિલિપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ પોતાના લાંબા સમયના સાથી સામે એક ભાષણ દરમિયાન સ્ટેજ પર કંઈક અજબ કરી બતાવ્યું છે. તેમણે 5 ફિલિપીન્સ મહિલાઓને ચૂમતા કહ્યું કે, સુંદર મહિલાઓએ તેમને 'સમલૈગિંક' થવાથી 'ઠીક થવામાં' મદદ કરી છે.

ફિલિપીન્સના રાષ્ટ્રપતિ બોલ્યા, સુંદર મહિલાઓએ 'ગે' થવાથી બચાવી લીધો

74 વર્ષિય નેતા ગુરૂવારે જાપાનમાં ફિલિપિન્સના સમુદાયના લોકો સાથે મુલાકાત કરી રહ્યાં હતા. આ કાર્યક્રમના અંતમાં તેઓ સ્ટેજની પાસે બેસેલી મહિલા સ્વયંસેવકોને પોતાને ચુંબન આપવાનું કહ્યું હતું.

એક ખાનગી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, પહેલી મહિલાએ ગભરાઈને પૂછ્યું કે, તેમને ક્યા ચુંબન કરવાનું છે હોઠ પર કે ગાલ પર ? પછી તેમને ચુંબન આપીને તરત જ સ્ટેજ છોડીને ચાલી ગઈ. બીજી મહિલા આ પ્રસંગ પર રડતી અને ગભરાતી જોવા મળી, ગાલ પર ચુંબન કર્યા બાદ તેણે નેતાને ધન્યવાદ કહ્યું.

દુર્તેતે ત્રીજી મહિલાને ઈશારો કર્યો, જેને બોલાવ્યા બાદ તે સ્ટેજ પર આવી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચુંબન કર્યા બાદ, તેમણે એકસાથે એક તસ્વીર પણ ખેંચી હતી. જેમાં દુર્તેત તેનો હાથ પકડતા જોવા મળ્યા છે.

ચોથી અને પાંચમી મહિલાઓએ પણ આ પ્રકારનું કર્યું, જ્યારે મીડિયાએ તસ્વીરો ખેંચી હતી.

પોતાના ભાષણ દરમિયાન દુર્તેતે કહ્યું કે, સુંદર મહિલઓએ તેમને 'સમલૈંગિક' થવાથી 'ઠીક થવામાં' મદદ કરી, ત્યારબાદ પોતાના ટીકાકાર સીનેટર એટોનિયો ટ્રિલાનેસે કથિક રીતે સમલૈગિંક હોવાના કારણે કટાક્ષ કર્યો.

જૂન, 2018માં તેઓ તે સમયે વિવાદોમાં ઘેરાયા હતા. જ્યારે તેમણે સિયોલમાં એક વિવાહિત વિદેશી ફિલિપિનો કાર્યકર્તા સાથે ફિલિપિનો સમુદાયની સાથે એક બેઠક દરમિયાન ચુંબન કર્યું હતું. દુર્તેત જાપાનની ચાર દિવસીય યાત્રા પર આવ્યા હતા, જે શુક્રવારે પૂરી થશે.

ABOUT THE AUTHOR

...view details