ગુજરાત

gujarat

ETV Bharat / international

ઓસ્ટ્રેલિયાએ હોંગકોંગ સાથે પ્રત્યાર્પણની સંધિ મોકૂફ કરી - હોંગકોંગ સાથે ઓસ્ટ્રેલિયાની પ્રત્યાર્પણ સંધિ મુલતવી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરુવારે વિવાદિત ચીની રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ મામલે હોંગકોંગ સાથે દેશની પ્રત્યાર્પણ સંધિ મુલતવી રાખવાની ઘોષણા કરી છે. આ સાથે, તેમણે પૂર્વ બ્રિટીશ ક્ષેત્રના 10,000 વિદ્યાર્થીઓ અને અસ્થાયી કુશળ કામદારો માટે વિઝા ઓફર કર્યા છે, જેથી તેઓ નવું જીવન શરૂ કરી શકે.

વડા પ્રધાન સ્કોટ મોરિસ
વડા પ્રધાન સ્કોટ મોરિસ

By

Published : Jul 9, 2020, 8:10 PM IST

મેલબર્ન: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરુવારે વિવાદિત ચીની રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ મામલે હોંગકોંગ સાથે દેશની પ્રત્યાર્પણ સંધિ મોકૂફ રાખવાની ઘોષણા કરી છે. આ સાથે, તેમણે પૂર્વ બ્રિટીશ ક્ષેત્રના 10,000 વિદ્યાર્થીઓ અને અસ્થાયી કુશળ કામદારો માટે વિઝા ઓફર કર્યા છે, જેથી તેઓ અહીં નવું જીવન શરૂ કરી શકે.પૂર્વ બ્રિટિશ ક્ષેત્રને લઇ હોંગકોંગમાં નવો કાયદો લાવાવમાં આવ્યો છે જે બાદ ઓસ્ટ્રેલિયાએ આ પગલું ભર્યું છે.

મોરિસને કહ્યું હતું કે, ચીન દ્વારા હોંગકોંગમાં લાદવામાં આવેલો નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો વિશ્વની ઘણી સરકારો માટે પરિસ્થિતીઓમાં પરિવર્તનને દર્શાવે છે.તેમણે કેનબેરામાં કહ્યું, "હોંગકોંગ સાથે પ્રત્યાર્પણ કરાર મુલતવી રાખવાનો અમારો નિર્ણય નવા સુરક્ષા કાયદાને કારણે પરિવર્તનની સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે."

તેમણે કહ્યું કે ઇમિગ્રેશન ઓસ્ટ્રેલિયાની શક્તિનો આધારસ્તંભ રહ્યો છે અને વિશ્વભરના લોકોના સ્વાગત માટે હમેશાં તૈયાર રહેનાર દેશ રહ્યો છે.વડા પ્રધાને કહ્યું કે ઓસ્ટ્રેલિયન સરકાર અહીં હોંગકોંગ સ્થિત ઉદ્યોગોની સ્થાપનાને આવકારશે.

ABOUT THE AUTHOR

...view details