ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાનમાં સેનાના વાહન પર હુમલો, પાંચ લોકોના મોત - દક્ષિણ પશ્ચિમી બલુચિસ્તાન પ્રાંત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બંદૂકધારીઓએ સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

file photo

By

Published : Nov 11, 2019, 2:40 PM IST

પોલીસના પ્રવક્તા કલીમ કુરેશીએ જણાવ્યું કે, મરનારમાં બે પોલિસ અધિકારીઓ, ખુફિયા સેવાના બે અધિકારી, એક જાણકાર સામેલ છે. તેમણે જણાવ્યું કે, રવિવારના રોજ રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે રાજનપુર જિલ્લામાં અરબી તબ્બા વિસ્તારમાં આંતકીઓના ઠેકાણા પર દરોડા પાડવા જઈ રહ્યા હતા.

અત્યારે કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ આ વિસ્તાર દક્ષિણ પશ્ચિમી બલુચિસ્તાન પ્રાંતની સરહદનો લાગે છે. જ્યાં બલૂચ અલગાવવાદી સમૂહ હિંસક ઘટનાઓને અંજામ આપતા રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details