ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો

કોરોના વાઇરસે અત્યાર સુધીમાં ઘણા દેશના લોકોને ઝપેટમાં લીધા છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન પણ બચી શક્યુ નથી. આરોગ્ય પ્રધાને માહિતી આપી હતી કે, દેશ અફઘાનિસ્તાનમાં કોરોના વાઇરસનો પહેલો કેસ સામે આવ્યો છે.

કોરોના વાયરસ
કોરોના વાયરસ

By

Published : Feb 24, 2020, 8:27 PM IST

કાબુલ: અફઘાનિસ્તાનમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દેશના આરોગ્યપ્રધાનએ સોમવારે આ માહિતી આપી હતી.

પીડિતા તાજેતરમાં ઇરાનથી આવી હતી. જ્યાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી 12 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય પ્રધાન ફિરોઝુદ્દીન ફિરોઝે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હું હેરાતમાં કોરોના વાઇરસના પ્રથમ પુષ્ટિ થયેલા કેસની જાહેરાત કરું છું.

તેમણે નાગરિકોને ઈરાન પશ્ચિમના પ્રાંતમાં પ્રવાસ કરવાનું ટાળવાનું કહ્યું.

એક દિવસ પહેલા અફઘાનિસ્તાને ઘોષણા કરી હતી કે, તે ઈરાન માટે હવાઈ અને જમીનની મુસાફરી સ્થગિત કરી રહી છે. ચીન પછી કોરોના વાઇરસને કારણે ઇરાનમાં સૌથી વધુ મોત થયા છે.

ફિરોઝે કહ્યું કે, દર્દી તાજેતરમાં ઈરાનના પવિત્ર શહેર કોમથી પરત આવ્યો હતો.

ચીનમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી 2500થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના વાઇરસએ 25 દેશોને પોતાની ઝપેટમાં લઇ લીધો છે.

ABOUT THE AUTHOR

...view details