ગુજરાત

gujarat

ETV Bharat / international

બોમ્બ બ્લાસ્ટમાં અફઘાન એરફોર્સના પાયલોટનું મોત, વાહનને નિશાન બનાવી કર્યો વિસ્ફોટ - અફઘાનિસ્તાન આતંકી

શનિવારે અફઘાનિસ્તાનમાં થયેલા વિસ્ફોટમાં એરફોર્સના એક પાયલોટનું મોત થયું હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ દેશની રાજધાની કાબુલના ચાહર અસિયાબ જિલ્લામાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટ પાયલોટના વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.

બોમ્બ બ્લાસ્ટમાં અફઘાન એરફોર્સના પાયલોટનું મોત, વાહનને નિશાન બનાવી કર્યો વિસ્ફોટ
બોમ્બ બ્લાસ્ટમાં અફઘાન એરફોર્સના પાયલોટનું મોત, વાહનને નિશાન બનાવી કર્યો વિસ્ફોટ

By

Published : Aug 8, 2021, 2:56 PM IST

  • શનિવારે થયેલા વિસ્ફોટમાં એરફોર્સના પાયલોટનું મોત
  • કાબુલના ચાહર અસિયાબ જિલ્લામાં થયો હતો વિસ્ફોટ
  • અકસ્માતમાં અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ

કાબુલ:અફઘાનિસ્તાનમાં શનિવારે થયેલા વિસ્ફોટમાં એરફોર્સના પાયલોટનાં મોતના સમાચાર છે. આ વિસ્ફોટ દેશની રાજધાની કાબુલના ચાહર અસિયાબ જિલ્લામાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટ પાયલોટના વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

સતત વધી રહી છે તાલિબાની હિંસા

તે જ સમયે શુક્રવારે કાબુલમાં આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયેલા અફઘાન સરકારના મીડિયા અને માહિતી કેન્દ્રના વડા દાવા ખાન મૈનાપાલનો શનિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. મેનાપાલના મોત અંગે શોક વ્યક્ત કરતા પાક્ટીકા પ્રાંતના સાંસદ મિર્ઝા મોહમ્મદ કાતાવાઝાઇએ કહ્યું કે, આતંકવાદીઓ આ હત્યાઓ અને હત્યાકાંડથી અમારો અવાજ દબાવી શકતા નથી. દેશમાં લાખો લોકો છે જેઓ મેઇનપાલનો સંઘર્ષ ચાલુ રાખશે. આપને જણાવી દઈએ કે, રાજધાની કાબુલના દારુલ અમન રોડ પર મેનાપાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમણે 2016 થી 2020 સુધી ઉપરાષ્ટ્રપતિના પ્રવક્તા તરીકે સેવા આપી હતી. તેમણે 2015 માં કંદહારમાં અફઘાન સરકારની મીડિયા વિંગના વડા તરીકે પણ સેવા આપી છે.

નિયંત્રણ મેળવવા માટે હિંસા

ત્યારે બુધવારે, દેશના જાણીતા કવિ અને ઇતિહાસકાર અબ્દુલ્લા આતિફીની ઉરુઝગાન પ્રાંતમાં તાલિબાન દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પ્રાંતીય ગવર્નરે પુષ્ટિ કરી છે કે, તાલિબાન આતંકવાદીઓએ કવિને તેના નિવાસસ્થાનની બહાર માર્યો હતો. જો કે તાલિબાને હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચો:Blast in Pakistan Bus: ચીનના નાગરિકો સહિત 13 લોકોનાં મોત

કંદહાર પ્રાંતમાં એક લોકપ્રિય અફઘાન હાસ્ય કલાકારની હત્યા

અન્ય એક ઘટનામાં તાલિબાને ગયા સપ્તાહે દેશના કંદહાર પ્રાંતમાં એક લોકપ્રિય અફઘાન હાસ્ય કલાકારની હત્યા કરી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, તાલિબાનોએ નાગરિકો, અફઘાન સંરક્ષણ અને સુરક્ષા દળો સામે તેમના હુમલાઓ વધાર્યા છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં તાલિબાનોએ અફઘાનિસ્તાનના ઘણા મુખ્ય જિલ્લાઓ કબજે કર્યા છે, જેમાં દેશના પૂર્વોત્તર પ્રાંત તખારનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details