કાબુલઃ અમેરિકા અને તાલિબાન વચ્ચે 18 મહિનાની વાટાઘાટો બાદ હવે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરારને લઈને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અમેરિકાના રક્ષા સચિવ માર્ક ઓશો અને નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલટેનબર્ગની સાથે વાત કરતાં કહ્યું કે, અફઘાનિસ્તાન, સંયુક્ત રાજ્ય અમેરિકા અને નાટો સાથે પહેલાથી જ કરાર કરેલા છે. એ જ કરારો અમલમાં રહેશે. તેઓએ અફઘાન સૈન્ય માટે યુએસ અને નાટોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.
ગનીએ કહ્યું કે, આ કરારથી દેશમાં કાયમી શાંતિનો માર્ગ ખુલશે. દેશ માટે અફઘાન સૈન્યના બલિદાનની પ્રશંસા કરે છે. તેમજ શાંતિ સ્થાપિત કરવા માટે તેમની ભૂમિકા ઘણી મહત્વની રહેશે. અમેરિકા અને તાલિબાન વચ્ચેની સંધીમાં બધી વસ્તુઓ સ્થિતિ પરિસ્થિતિ પર આધારીત છે. અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈન્યને પાછી ખેચી લેવી તે તેના પર નિર્ભર છે કે, તાલીબાન તેમની પ્રતિબદ્ધતાઓને કેટલી પરિપૂર્ણ કરે છે.