- ઈરાકની રાજધાની બગદાદમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો
- બોમ્બ બ્લાસ્ટમાં (Bomb Blast) 25 લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
- ઈરાકી સુરક્ષા અધિકારીઓએ (Iraqi security officials) આ અંગે આપી માહિતી
- ઈદ-ઉલ-અજહાના એક દિવસ પહેલા ભીડવાળી બજારમાં બ્લાસ્ટ થયો
બગદાદઃ ઈરાકની રાજધાની બગદાદ (Baghdad, the capital of Iraq)ના ઉપનગરમાં સોમવારે રસ્તા પર બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો, જેના કારણે 25 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈરાકી સુરક્ષા અધિકારીઓએ આ અંગે સમગ્ર માહિતી આપતા જણાવ્યું હતું કે, બ્લાસ્ટ સદ્ર શહેરમાં એક ભીડવાળી બજારમાં થયો હતો. આ બ્લાસ્ટ ઈદ-ઉલ-અજહા (Eid-ul-Azha)ના એક દિવસ પહેલા થયો છે. જ્યારે લોકો બજારમાં ખરીદી કરવામાં વ્યસ્ત હતા.
આ પણ વાંચોઃJammu air force station Blast: જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં થયા 2 વિસ્ફોટ, NIAની ટીમ પહોંચી
કોઈ સંગઠને હુમલાની જવાબદારી નથી લીધી