ગુજરાત

gujarat

ETV Bharat / international

નેપાળના લાહાનની સરકારી ઑફિસમાં બોમ્બ બ્લાસ્ટ, આઠ લોકો ઘાયલ - લાહાન સિરાહા

નેપાળના લાહાન જિલ્લાના સિરાહામાં સરકારી ઑફિસમાં બોમ્બ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર, બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે. જ્યારે, લોકશાહી તરાઈ મુક્તિ મોરચાએ આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે.

નેપાળના લાહાનની સરકારી ઑફિસમાં બોમ્બ બ્લાસ્ટ
નેપાળના લાહાનની સરકારી ઑફિસમાં બોમ્બ બ્લાસ્ટ

By

Published : Mar 15, 2021, 2:18 PM IST

  • સિરાહામાં સરકારી કચેરીમાં 'પ્રેશર કૂકર બોમ્બ' બ્લાસ્ટ કરાયો
  • વિસ્ફોટમાં 3 મહિલાઓ સહિત આઠ કર્મચારીઓ ઘાયલ થયા
  • લોકશાહી તરાઈ મુક્તિ મોરચાએ આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી

કાઠમંડુ: દક્ષિણપૂર્વ નેપાળના લાહાન જિલ્લાના સિરાહામાં રવિવારે સરકારી કચેરીમાં 'પ્રેશર કૂકર બોમ્બ' ફૂટતાં 8 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, બોમ્બ વિસ્ફોટ જમીન મહેસૂલ કચેરીના પહેલા માળે થયો હતો. આ વિસ્ફોટમાં 3 મહિલાઓ સહિત ઓછામાં ઓછા આઠ કર્મચારીઓ ઘાયલ થયા છે.

આ પણ વાંચો:લખનઉના એમોનિયા પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં વિસ્ફોટ, 2નાં મોત

ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનનો એક ભાગ

ડીએસપી તપન દહલે કહ્યું કે, 'ગંભીર રીતે ઘવાયેલા 3 લોકોની સારવાર લાહાનની સપ્તઋશી હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે અન્ય ઘાયલોને લાહાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, જય કૃષ્ણ ગોઇતની આગેવાની હેઠળના લોકશાહી તરાઈ મુક્તિ મોરચા (ક્રાંતિકારી) એ આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે. કહ્યું છે કે, તે ભ્રષ્ટાચાર વિરુદ્ધના સંગઠનના અભિયાનનો એક ભાગ છે.

ABOUT THE AUTHOR

...view details