ગુજરાત

gujarat

ETV Bharat / international

સાઈબેરિયામા ડેમ તુટવાથી 15 લોકોના મોત - સાઈબેરિયામા ડેમ તુટવાથી 15 લોકોના મોત

મોસ્કો: સાઈબેરિયાના ક્રાસનોયાર્સ્ક ક્ષેત્રમા સોનાની ખાણ પર બનેલો ડેમ તુટતા 15 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 6 લોકો ગુમ છે. આ મામલે ખાણના ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

સાઈબેરિયામા ડેમ તુટવાથી 15 લોકોના મોત

By

Published : Oct 21, 2019, 11:57 AM IST

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ ખાણ કમ્પની સિસિમના પ્રમુખ, ખનન સ્થળના પ્રબંધક અને ફોરમેનની ધરપકડ કરી હતી. પૂછતાછ માટે ત્રણેયને ક્રાસનોયાર્સ્ક લઈ જવામાં આવ્યા હતા.

રશિયન પ્રાધિકરણે જણાવ્યુ કે, ડેમ ટુટવાથી શ્રમિકોની કેટલીય કેબિનો પાણીમાં ડુબી ગઈ જેમાં 70 શ્રમિકો રહેતા હતા.

અધિકારીઓએ જણાવ્યુ કે, 300 લોકોની મદદથી આ લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 6 હેલિકોપ્ટર, 6 બોટની મદદ લેવામાં આવી હતી.


રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિનીર પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે સંવાદદાતાઓને કહ્યુ કે, રાષ્ટ્રપતિએ અધિકારીઓને પીડિતોના સહાયતા તેમજ દુર્ધટના કઈ કારણોસર બની તે અંગે જાણકારી મેળવવાનો આદેશ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details