હોંગકોંગઃ વ્હાઇટ હાઉસે ચીનને અપીલ કરી છે કે, 1989ના થિયાનમેન ચોક હત્યાકાંડને લગતી ઘટનાઓ દરમિયાન માર્યા ગયેલા, અટકાયતમાં લેવામાં આવેલા અથવા ગુમ થયેલ લોકોની સંપૂર્ણ વિગતો પૂરી પાડવામાં આવે. સમગ્ર વિશ્વની સાથે મળીને આ હત્યાકાંડની નિંદા કરતા એક નિવેદનમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેલી મેકનેનીએ કહ્યું હતું કે, "ચિની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) દ્વારા નિઃશસ્ત્ર ચાઇનીઝ નાગરિકોની હત્યાકાંડ એક દુર્ઘટના હતી જેને ભૂલી શકાતી નથી".
વ્હાઇટ હાઉસે ચીનને થિયાનમેન ચોક હત્યાકાંડના પીડિતોની વિગતો સાર્વજનિક કરવા કહ્યુ - 1989 crackdown
અમેરિકાએ ચીનને અપીલ કરી છે કે, થિયાનમેન ચોકમાં નરસંહારમાં માર્યા ગયેલા લોકોનું સન્માન કરવામાં આવે.
વ્હાઇટ હાઉસે ચીનને થિયાનમેન ચોક હત્યાકાંડના પીડિતોને સન્માન આપવા કહ્યું
મેકનેનીએ કહ્યું કે, અમેરિકન લોકો લાખો ચિની નાગરિકોની હિંમત અને આશાવાદ દર્શાવે છે, જેઓ 31 વર્ષ પહેલા, બેઇજિંગ અને આખા ચીનમાં, એકઠા થયા હતા અને તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું હતું.