અમેરિકાઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના 244માં સ્વતંત્રતા દિવસ પર "સેલ્યૂટ ટૂ અમેરિકા" કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે એકવાર ફરી ચીન પર પ્રહાર કરતા નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, બીજા દેશોની સાથે વર્ષોથી આવતા સોદાઓ અને વ્યાપાર ખુબ જ સારી રીતે ચાલી રહ્યાં હતા, પરંતુ ચીનમાંથી ફેલાયેલો કોરોના વાઇરસની મહામારી આવતા રાષ્ટ્રને ખુબ જ નુકશાન થયું છે.
ચીનથી આવેલા વાઇરસ પહેલા અમેરિકામાં બધું જ બરાબર હતુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ - Corona Virus
અમેરિકામાં 244મા સ્વતંત્રતા દિવસ પર એક કાર્યક્રમમાં સંબોધન કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન ઉપર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે, ચીનમાંથી ફેલાયેલો વાઇરસ આવ્યો એ પહેલા અમેરિકામાં બધું જ બરાબર હતું.
ટ્રમ્પે કહ્યું કે, અમે હવે માસ્ક અને પીપીઈ કીટ બનાવી રહ્યા છીએ જે પેલા ચીનમાં બનતા હતા. આ સાથે જ કોરોના વાઇરસની વેક્સીન પર ટ્રમ્પે કહ્યું કે, કોરોના વાઇરસના ઈલાજ અને વેક્સીન પર કામ ચાલુ જ છે, આ વર્ષના અંત સુધીમાં કોરોનાથી લડવાનો કોઈક ઈલાજ તો મળી જ જશે.
તેમણે તમામ કોરોના વોરિયર્સ, વૈજ્ઞાનિકો અને કોરોના વાઇરસની વૈક્સીન પર કામ કરી રહેલા તમામનો આભાર વ્યક્ત કર્યો અને ખુબ વખાણ પણ કર્યો. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં 40 કરોડથી વધું લોકોના કોરોનાના ટેસ્ટ થઈ ચુક્યા છે. તેમણે કહ્યું કે, 'કોરોનાના સૌથી વધુ ટેસ્ટના આંકડા આપણા દેશમાં દેખાય રહ્યાં છે, કારણ કે કોઈ બીજા દેશ કરતા આપણી પાસે ટેસ્ટીંગ માટેની સારી સુવિધાઓ ઉપલબ્ધ છે.'