ગુજરાત

gujarat

ETV Bharat / international

તાલિબાને અમેરિકાને 31 ઓગસ્ટ સુધી કાબુલને ખાલી કરવા આપેલી ચેતવણી અંગે અમેરિકાએ શું કહ્યું?

અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી તાલિબાન અમેરિકાને ચેતવણી આપી રહ્યું છે. તાલિબાને મંગળવારે ફરી એક વાર અમેરિકાને ચેતવણી આપી છે કે, તેઓ 31 ઓગસ્ટ સુધી કાબુલને ખાલી કરી દે. આ તમામની વચ્ચે અમેરિકાના એક વહિવટી અધિકારીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડન અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની વાપસી માટે તેમના દ્વારા નક્કી કરવામાં આવેલી 31 ઓગસ્ટની સીમા પર અડગ છે.

By

Published : Aug 25, 2021, 12:17 PM IST

  • તાલિબાને અમેરિકાને ફરી એક વાર ચેતવણી આપી
  • અમેરિકા 31 ઓગસ્ટ સુધી કાબુલ ખાલી કરી દે, તાલિબાનની અમેરિકાને ચેતવણી
  • 31 ઓગસ્ટ સુધી તમામ અમેરિકી સૈનિકોને પરત બોલાવી લેવાના નિર્ણય પર રાષ્ટ્રપતિ જો બાઈડન અડગ

ન્યૂઝ ડેસ્કઃ અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કર્યા પછી ત્યાંની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. ત્યારે તાલિબાને ફરી એક વાર અમેરિકાને 31 ઓગસ્ટ સુધી કાબુલ છોડી દેવા ચેતવણી આપી છે. અમેરિકાના એક વહિવટી અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડને અફઘાનિસ્તાનમાં રહેવા પર થનારા ખતરાને જોતા નિકાસી મશિનને આગામી મંગળવાર સુધી પૂરા કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, બાઈડને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા બળે જો સમય મર્યાદા વધારવાની જરૂર પડે તો ઈમરજન્સી યોજના તૈયાર રાખવા કહ્યું છે.

આ પણ વાંચો-અફઘાનિસ્તાનથી ભારત પરત આવેલા 78 લોકોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ

31 ઓગસ્ટ સુધી અમેરિકાએ નીકળવું જ પડશેઃ તાલિબાન

તાલિબાનના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, અમેરિકાને 31 ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાનના લોકોને કાઢવાનું કામ પૂર્ણ કરી લેવું જોઈએ અને આ સમયમર્યાદા વધારવામાં નહીં આવે. બાઈડન તંત્રએ અફઘાનિસ્તાનથી તમામ અમેરિકી સૈનિકોની વાપસી માટે 31 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

આ પણ વાંચો-G7 નેતાઓ તાલિબાન સાથે જોડાણ માટે રોડમેપ પર સંમત થયા

અમેરિકાની સમય મર્યાદા નહીં વધારાયઃ તાલિબાન

તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાલ મુજાહિદે કહ્યું હતું કે, તેમનો સમૂહ સમય મર્યાદા વધારવાની વાત નહીં સ્વીકારે. મુજાહિદે કહ્યું હતું કે, દેશમાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે, પરંતુ એરપોર્ટ પર અવ્યવસ્થા સમસ્યા બની છે. કેટલાક અફઘાન દેશ પર તાલિબાનનો કબજો થયા પછી બહાર ભાગવા માટે આતુર છે.

અમેરિકી એજન્સીના નિર્દેશકે તાલિબાનના ઉચ્ચ રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી

તાલિબાનના પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે, તેમને તાલિબાન અને CIA વચ્ચે કોઈ પણ બેઠક અંગે જાણકારી નથી. જોકે, મુજાહિદે આ પ્રકારની બેઠકથી ઈનકાર નથી કર્યો. એક અધિકારીનું કહેવું છે કે, અમેરિકી એજન્સીઓના નિર્દેશકે સોમવારે કાબુલમાં તાલિબાનના ઉચ્ચ રાજકીય નેતા સાથે મુલાકાત કરી હતી.

મંગળવાર સવાર સુધીમાં 21,600 લોકોને તાલિબાનમાંથી બહાર કઢાયા

અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનથી પોતાના નાગરિકો અને સહયોગીઓને સુરક્ષિત કાઢવાનું મિશન શરૂ કર્યા પછી મંગળવારે વધુને વધુ લોકોને વિમાનોની મદદથી બહાર કાઢ્યા હતા. તો બીજી તરફ તાલિબાને સંકેત આપ્યો છે કે, તેઓ ઝડપથી લોકોને બહાર કાઢવાના કામ પર રોક લગાવી શકે છે. વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, મંગળવારે સવાર સુધી 24 કલાકના સમયગાળામાં લગભગ 21,600 લોકોને તાલિબાનના કબજાવાળા અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવ્યા હતા. આના એક દિવસ પહેલા 16,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details