ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકા ઇરાન વચ્ચે યુધ્ધનો માહોલ સર્જાતા અમેરિકી અધિકારીઓને પરત બોલાવાયા

વોશિંગ્ટનઃ અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધી રહ્યી છે, જેને લઇને અત્યારે બન્ને દેશ વચ્ચે યુદ્ધ થવાની ભીતિ સેવાઇ રહી છે. સાઉદીના 2 ઓઇલ ટેન્કરો પર UAEના તટ પર થયેલા હુમલા પછી બન્ને દેશો વચ્ચે તંગદિલી વધુ જોવા મળી રહ્યી છે. પરંતુ આ હુમલા સંદર્ભે ઇરાને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આમાં તેમની કોઇ ભૂમિકા નથી. આ દરમિયાન પશ્ચિમ એશિયામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અને ઇમરજન્સીની પરિસ્થિતીને પહોંચી વળવા અમેરિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વોશિંગ્ટન

By

Published : May 15, 2019, 7:26 PM IST

અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધતાની સાથે જ અમેરિકાએ ઇરાનમાં ફરજ બજાવતાં અમેરિકન અધિકારીઓને પરત બોલાવી લીધા છે. અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સે અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ થવા અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. આ અહેવાલને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવી દીધો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અમેરિકાના સુરક્ષા અધિકારી ઇરાન સાથે બાથ ભીડવા મધ્ય પૂર્વમાં લગભગ 1.20 લાખ સૈનિકોને મોકલવા અંગેનો વિચાર કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, અમેરિકાએ પોતાના શસ્ત્રો સરંજામ જેવા કે, યુએસએસ આરલિંગટન અને યુએસએસ અબ્રાહમ લિંકન જેવી મિસાઇલ પશ્ચિમ એશિયા ક્ષેત્રોમાં મુકી દીધી છે. અમેરિકાના રક્ષા સલાહકારે પહેલા જ નિવેદન આપ્યું કે, ઇરાન અમેરિકા સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇરાન આક્રમણ કરવાની શંકાને કારણે પશ્ચિમ એશિયામાં પૈટ્રિયટ મિસાઈલો મુકવામાં આવી છે. જ્યારે અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ અમેરિકી સૈનિકોની સુરક્ષાની સમીક્ષા કરવા માટે ઇરાનનો પ્રવાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details