ન્યુઝ ડેસ્ક: અમેરિકાના વિદેશપ્રધાન એન્ટની બ્લિંકને (US secretary Antony blinken) શનિવારે હવાઈમાં જાપાન અને દક્ષિણ કોરિયાના તેમના સમકક્ષો સાથે પરમાણુ હથિયારો (Utter Korea nuclear threat)થી સજ્જ ઉત્તર કોરિયાના ખતરા અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. બ્લિંકને હોનોલુલુમાં જાપાનના વિદેશપ્રધાન યોશિમાસા હયાશી અને દક્ષિણ કોરિયાના વિદેશપ્રધાન ચુંગ યુ-યોંગ સાથે મુલાકાત કરી. ત્રણેય દેશોના સંરક્ષણ વડાઓએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ઉત્તર કોરિયાના તાજેતરના મિસાઇલ પરીક્ષણો ક્ષેત્રીય સુરક્ષાને અસ્થિર કરી રહ્યા છે.
બિડેન વહીવટીતંત્રે ઉત્તર કોરિયાને ઓફર કરી
કેટલાક નિષ્ણાતો કહે છે કે, ઉત્તર કોરિયા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં દાયકાઓથી ચાલતા ગેરવહીવટને કારણે લાંબા સમયથી અટકેલી પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે ઉત્તર કોરિયા રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્ર પર દબાણ કરવા માટે હથિયારનું પરીક્ષણ કરી રહ્યું છે. બિડેન વહીવટીતંત્રે ઉત્તર કોરિયાને ખુલ્લી વાટાઘાટોની ઓફર કરી છે, પરંતુ દેશના પરમાણુ કાર્યક્રમમાં અર્થપૂર્ણ કાપ મૂક્યા વિના પ્રતિબંધોને હળવા કરવાની કોઈ ઇચ્છા દર્શાવી નથી. ઉત્તર કોરિયા તેના સૌથી મહત્વપૂર્ણ સાથી ચીનમાં શિયાળુ ઓલિમ્પિકના કારણે તેના પરીક્ષણો અટકાવી રહ્યું હોય તેવું લાગે છે, પરંતુ વિશ્લેષકો ઓલિમ્પિક પછી ઉત્તર કોરિયા તેના શસ્ત્રોના પરીક્ષણમાં નાટકીય રીતે વધારો કરશે તેવી અપેક્ષા રાખે છે.
આ પણ વાંચો:Grammarly software: આ સોફ્ટવેર તમામ ભાષાકીય ભૂલોને દૂર કરશે, શીખો કેવી રીતે ઉપયોગ કરવો