ગુજરાત

gujarat

ETV Bharat / international

યુએસ સેનેટ દ્વારા હોંગકોંગ સુરક્ષા કાયદા પરના પ્રતિબંધને મંજૂરી - હોંગકોંગ

અમેરિકન સેનેટ દ્વારા સર્વસંમતિથી એક ખરડો પસાર કર્યો છે. જે હોંગકોંગ માટે વિવાદિત રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગુ કરવાના ચીનના નિર્ણય પર પ્રતિબંધ મૂકશે. સેનેટ દ્વારા પસાર કરવામાં આવેલો ખરડો એ વ્યકિતઓ અને વ્યવસાયો પર પ્રતિબંધ મૂકશે, જે ચીનને હોંગકોંગની સ્વાયતતાને રદ કરવામાં મદદ કરે છે.

US Senate
વોશિંગ્ટન

By

Published : Jun 26, 2020, 12:57 PM IST

વોશિંગ્ટન: અમેરિકા સેનેટ દ્વારા સર્વસમંતિથી એક ખરડો પસાર કર્યો છે. જે હોંગકોંગ માટે વિવાદિત રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગુ કરવાના ચીનના નિર્ણય પર પ્રતિબંધ મૂકશે. આલોચકોનું કહેવું છે કે, ચીનનો આ કાયદો શહેરની લોકશાહીની સ્વતંત્રતાનો નાશ કરશે.

સેનેટ દ્વારા પસાર કરવામાં આવેલો ખરડો તે વ્યકિતઓ અને વ્યવસાયો પર પ્રતિબંધ મૂકશે, જે ચીનને હોંગકોંગની સ્વાયતતાને રદ કરવામાં મદદ કરે છે. ડેમોક્રેટિક સીનેટર ક્રિસ વૈન હિલે જણાવ્યું કે, ચીન સરકાર જે રીતે હોંગકોંગમાં કરી રહી છે તે અસ્વીકાર્ય છે. ચીન આ કાયદા દ્વારા હોંગકોંગમાં લોકોના અધિકાર છીનવી રહ્યું છે.

આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ખરડા પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ચીનમાં ઉઇગર મુસલમાનોને ત્રાસ આપનારા ચીની અધિકારીઓને સજા આપવાની જોગવાઈ છે.

ABOUT THE AUTHOR

...view details