ગુજરાત

gujarat

By

Published : Apr 13, 2021, 1:36 PM IST

Updated : Apr 13, 2021, 5:06 PM IST

ETV Bharat / international

USના રાષ્ટ્રપતિ જો બાઈડને મુસ્લિમોને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને અમેરિકા અને દુનિયાભરના મુસ્લિમોને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. જો કે, વ્હાઇટ હાઉસમાં રમઝાન વર્ચ્યુઅલ રીતે ઉજવાશે.

જો
જો

  • બાઈડન અને ફર્સ્ટ લેડી જિલે અમેરિકન મુસ્લિમોને પાઠવી શુભેચ્છા
  • મુસ્લિમો રંગભેદ સામેની લડતમાં અગ્રેસરની ભૂમિકા નિભાવી રહ્યા છે
  • બાઈડને પહેલા જ દિવસે મુસ્લિમ પ્રવાસ પરના પ્રતિબંધને સમાપ્ત કર્યો હતો

વોશિંગ્ટન(અમેરિકા): રાષ્ટ્રપતિ જો બાયડને અમેરિકા અને વિશ્વભરના મુસ્લિમોને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે અને વૈવિધ્યસભર અને ગતિશીલ અમેરિકાના નિર્માણમાં લઘુમતી સમુદાયના યોગદાનને બિરદાવ્યું છે.

અમેરિકન મુસ્લિમો પણ મંગળવારથી ઉપવાસ શરૂ કરશે

રમઝાનના પવિત્ર મહિના દરમિયાન મુસ્લિમો ઉપવાસ કરે છે, દાન કરે છે, પ્રાર્થના કરે છે અને કુરાન વાંચે છે. તેઓ દરરોજ સૂર્યોદયથી સૂર્યોસ્ત સુધી ઉપવાસ કરે છે. બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડને સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આપણા ઘણા સાથી અમેરિકનો કાલે ઉપવાસ શરૂ કરશે. હું સમજી શકું છું કે, આ વર્ષ કેટલું મુશ્કેલ રહ્યું છે. આ રોગચાળાને કારણે મિત્રો અને પ્રિયજનો ઉજવણી માટે ભેગા થઈ શકતા નથી અને ઘણા બધા પરિવારો પ્રિયજનોને યાદ કરીને ઇફ્તાર પર બેસશે.

મુસ્લિમો નવી આશા સાથે રમઝાન શરૂ કરશે

છતાં, આપણા મુસ્લિમ સમુદાયો નવી આશા રમઝાન શરૂ કરશે. ઘણા લોકો તેમના જીવનમાં ઈશ્વરની હાજરી ઉપર તેમની સભાનતા વધારવામાં ધ્યાન કેન્દ્રિત કરશે. તેમની શ્રદ્ધાના ફરજમાં આવતી અન્યની સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપશે.

આ પણ વાંચો:અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને મ્યાનમારમાં અમેરિકન રોકાણ પર પ્રતિબંધ લાદતા ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા

અમેરિકાના વિકાસમાં મુસ્લિમોનો મોટો ફાળો છે

અમેરિકાની સ્થાપનાથી જ મુસ્લિમ અમેરિકનોએ દેશને સમૃદ્ધ બનાવ્યો છે તેવું અવલોકન કરતા બાયડને જણાવ્યું હતું કે, તેમણે અમેરિકા બનાવવામાં મદદ કરી છે. તેઓ વૈવિધ્યસભર અને ગતિશીલ છે. આજે મુસ્લિમો કોવિડ -19 સામેની લડતમાં અગ્રેસર છે, રસી શોધવાના કામમાં પણ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે અને ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયિક બનીને તરીકે રોજગાર ઉભો કરી રહ્યા છે, તેઓ શાળાઓમાં ભણાવી રહ્યા છે, દેશભરમાં સેવા આપી રહ્યા છે અને રંગભેદ સામેની લડતમાં અગ્રેસરની ભૂમિકા નિભાવી રહ્યા છે.

બાઈડન મુસ્લિમોની સુરક્ષા માટે અથાક કામ કરશે

પરંતુ હજી પણ, મુસ્લિમ અમેરિકનો ગુંડાગીરી, કટ્ટરપંથીઓ અને ગુનાઓના આરોપના નિશાન બની રહ્યા છે, આ એક પૂર્વગ્રહ અને તમામ આરોપો ખોટા છે. તે અસ્વીકાર્ય છે અને તે બંધ થવું જ જોઇએ. અમેરિકામાં કોઈએ પણ પોતાનો વિશ્વાસ વ્યક્ત કરવાના ડરમાં જીવવું જોઈએ નહીં. મારું તંત્ર તમામ લોકોના અધિકારો અને સલામતીની સુરક્ષા માટે અથાક કામ કરશે એમ તેમણે જણાવ્યું હતું.

દરેક મુસ્લિમોના માનવાધિકાર માટે બાઈડન લડશે

બાઈડને વધુમાં જણાવ્યું હતું કે, તેમના રાષ્ટ્રપતિ પદના પહેલા જ દિવસે તેમણે મુસ્લિમ પ્રવાસ પરના પ્રતિબંધને સમાપ્ત કરવના કાર્ય ઉપર ગર્વ છે. તે ચાઇનામાં યુગર્સ, બર્મામાં રોહિંગ્યા અને આખા મુસ્લિમ સમુદાયો માટે દુનિયાના કોઈ પણ ખૂણામાં માનવાધિકાર અપાવવાં માટે ઉભા રહેશે.

આ પણ વાંચો:અમેરિકામાં ટ્રમ્પના લીગલ ઇમિગ્રેશનના પ્રતિબંધને જો બાઈડને હટાવ્યો

બાઈડને કુરાન વિશે વાત કરી

અમે ગયા રમઝાન બાદ આપણે કોરોનામાં ગુમાવેલા લોકોને યાદ કરીએ છીએ અને આગળના ઉજ્જવળ દિવસોની આશા રાખીએ છીએ. પવિત્ર કુરાન આપણને શીખવે છે કે, ઈશ્વર સ્વર્ગ અને પૃથ્વીનો પ્રકાશ છે, જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે.

વ્હાઇટ હાઉસમાં ઇદની ઉજવણી કરવામાં આવશે

જોકે વ્હાઇટ હાઉસમાં રમઝાનની ઉજવણી વર્ચ્યુઅલ રીતે કરવામાં આવશે, "જિલ અને હું આવતા વર્ષે પરંપરાગત રીતે વ્હાઇટ હાઉસમાં ઇદની ઉજવણી રૂબરૂ રીતે થાય તેવી આશા રાખીએ છીએ. અમે તમારા પરિવારોને પ્રેરણાદાયક અને લાભદાયક રમઝાનની શુભેચ્છા પાઠવીએ છીએ.

Last Updated : Apr 13, 2021, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details