વોશિંગ્ટન: યુએસ સંરક્ષણ સચિવ માર્ક એસ્પરએ કહ્યું કે, હું 21મી સદીના સૌથી મહત્વપૂર્ણ સંરક્ષણ સંબંધોમાંનો એક ભારત સાથેનો વધતો સંરક્ષણ સહયોગને પ્રકાશિત કરવા માગુ છું. ગત નવેમ્બરમાં અમે પ્રથમ સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો હતો.
નિયંત્રણ રેખા પર ભારત-ચીનની પ્રવૃત્તિઓ પર અમારી નજર: અમેરિકા - નિયંત્રણ રેખા પર ભારત-ચીન પ્રવૃત્તિઓને લઇ અમેરિકાની નજર
US સંરક્ષણ સચિવ માર્ક ટી એસ્પરએ કહ્યું કે, ભારત-અમેરિકા સંરક્ષણ સહયોગ 21મી સદીના સૌથી મહત્વપૂર્ણ સંરક્ષણ સંબંધો છે. તેમણે કહ્યું કે, તેઓ ભારત સાથે અમેરિકાના વિકાસને પ્રકાશિત કરવા માગે છે.
US હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત અભ્યાસ કરી રહ્યું છે, જેમાં સ્વતંત્ર ભારત-પ્રશાંતમાં નૌકા સહયોગ અને સમર્થન માટેની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવી છે. એસ્પરએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ લાઇન પર શું થઈ રહ્યું છે, અમે પરિસ્થિતિનું ખૂબ નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છીએ. અમે ખુશ છીએ કે બંને પક્ષ વર્તમાન પરિસ્થિતિ પર ટેકો આપતા પોતાના સૈન્યની પીછેહટ કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, ચીન સૈન્યની દક્ષિણ ચીન સમુદ્રમાં વિવાદિત સ્થળની આસપાસ અભ્યાસ કરવું તે પ્રણાલી 2002ના ઘોષણામાં તેની પ્રતિબદ્ધતાની વિરુદ્ધ હતી. જો કે, અમે આશા રાખીએ છીએ કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) તેના માર્ગો બદલશે. આપણે કોઈ વિકલ્પ માટે તૈયાર રહેવું જોઈએ.