- અમેરિકા(America) અને ઈરાન (Iran)વચ્ચેની તાણા-વાણ
- ઈરાની સરકાર સાથે જોડાયેલી અનેક ન્યૂઝ વેબસાઈટો પર પ્રતિબંધ લાગાવ્યો
- ઈરાનની લગભગ ત્રણ ડઝન વેબસાઇટ્સ બંધ કરી
દુબઇઃ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે US અધિકારીઓએ ઈરાની સરકાર સાથે જોડાયેલી અનેક ન્યૂઝ વેબસાઈટો પર પ્રતિબંધ લાગાવ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચેની તાણા-વાણને લઇને કોઇ પણ જાણકરી ઈરાન સુધી ન પહોંચે તે ન્યૂઝ વેબસાઈટો પર પ્રતિબંધ લાગાવાયો હતો.
આ પણ વાંચોઃ સોનાના ભાવમાં ઉછાળો, અમેરીકા અને ઈરાન વચ્ચેની તંગદિલી કારણભૂત
અમેરિકાએ ઈરાની ત્રણ ડઝન વેબસાઇટ્સ બંધ કરી
અમેરિકી અધિકારીએ નામ જાહેર નકરવાની શરતે જણાવ્યું હતું કે, અમેરિકાએ ઈરાનની લગભગ ત્રણ ડઝન વેબસાઇટ્સ બંધ કરી છે, જેમાંની મોટાભાગની ઇરાન દ્વારા કરવામાં આવેલા પ્રચારના પ્રયાસો સાથે જોડાયેલી હતી. આ સંદર્ભે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ઇરાનની રાજ્ય સમાચાર એજન્સી IRNAએ US સરકાર દ્વારા વેબસાઇટ બંધ કરવાની ઘોષણા કરી હતી, પરંતુ આ બાબતે કોઈ વિગતવાર માહિતી આપી નથી. તેહરાન 2015 ના પરમાણું કરાર અને ઇરાનની ન્યાયતંત્રના વડા ઇબ્રાહિમ રાયસીની રાષ્ટ્રપતિની ચૂંટણીની વિજયને ફરીથી સક્રિય કરવા માટે વૈશ્વિક શક્તિઓએ હાંલાકી પછીના આ પગલા લેવામાં આવ્યા છે. ચૂંટણી જીત્યા બાદ તેની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં રાયસીએ તેહરાનના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ અને યુએસ પ્રમુખ જો બિડેન સાથેની વાતચીતને પણ નકારી હતી.
આ પણ વાંચોઃ ઈરાકમાં અમેરિકા સુરક્ષા દળો પર ઈરાની મિસાઈલ દ્વારા હુમલો