શિકાગોઃ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રે સોમવારે કોવિડ-19થી સંબંધિત એક વીડિયો શેર કર્યો હતો. જેના પરિણામે, ટ્વિટરે તેમના પર અસ્થાયી સમય સુધી ટ્વિટ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર અસ્થાયી સમય સુધી ટ્વિટ નહીં કરી શકે
યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રે સોમવારે કોવિડ-19થી સંબંધિત એક વીડિયો શેર કર્યો હતો. જેના પરિણામે, ટ્વિટરે તેમના પર અસ્થાયી સમય સુધી ટ્વિટ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર અસ્થાયી સમય સુધી ટ્વિટ નહીં કરી શકે
ઘણા રિપબ્લિકન નેતાઓએ નારાજગી સાથે પ્રતિક્રિયા આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર દ્વારા શેર કરેલો વીડિયો થોડા કલાકોમાં લાખો વખત ઓનલાઇન જોવાયો હતો. આ વીડિયો ખુદ રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યો.
નોંધનીય છે કે આ પહેલા પણ ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબે તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં ઝીરો ટોલરન્સ નીતિ છે, જે કોરોના વાઈરસ વિશે જૂઠ્ઠાણાના ફેલાવાને રોકવા માટે રચાયેલી છે.