ગુજરાત

gujarat

Donald Trump Twitter: કોરોના વિશે ખોટી માહિતી આપવા પર ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયીરૂપે બંધ

By

Published : Aug 6, 2020, 3:55 PM IST

યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ્સને ટ્વિટર પર અસ્થાયીરૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કોરોના રોગચાળા વિશે ભ્રામક માહિતી આપતા ટ્રમ્પના એકાઉન્ટ્સમાંથી એક ટ્વિટ આ પ્રતિબંધ પાછળનું કારણ ગણાવવામાં આવ્યું છે. ટ્વિટરનો આરોપ છે કે, ટ્રમ્પના એકાઉન્ટ્સમાંથી કરવામાં આવેલી ટ્વિટમાં કોરોના રોગચાળા સંબંધિત ભ્રામક માહિતી છે, તે કંપનીના ધોરણો અનુસાર નથી.

ટ્રમ્પનો ટ્વિટર એકાઉન્ટ અસ્થાયીરૂપે બંધ
ટ્રમ્પનો ટ્વિટર એકાઉન્ટ અસ્થાયીરૂપે બંધ

વોશિગ્ટન : એક ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે, ટ્રમ્પ કોરોના વાઇરસ વિશે તેમના ટ્વિટ દ્વારા ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. તે કંપનીના ધોરણોને અનુરૂપ નથી અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ટ્રમ્પે એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં ફોક્સ ન્યૂઝ વીડિયોની ક્લિપ છે અને તે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. તેથી, અમે તેમનું એકાઉન્ટ બંધ કર્યું છે, જેનાથી તેઓ આવી ખોટી અને ગેરમાર્ગે દોરેલી માહિતી ફેલાવી રહ્યા હતા. આ અગાઉ પણ ફેસબુકે ટ્રમ્પના આવા વીડિયો પર પ્રતિબંધ મૂક્યો હતો.

ટ્રમ્પે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે, જો તમે બાળકો વિશે વાત કરો છો, તો મારા મુજબ બાળકોને કોરોના થઇ શકતો નથી. કારણ કે બાળકોમાં રોગપ્રતિક્ષમતા વધારે હોય છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં મોટાભાગના બાળકો કોરોના રોગચાળાની પકડમાં છે. જે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાના સંપૂર્ણપણે વિરોધી છે.

ABOUT THE AUTHOR

...view details