વોશિંગ્ટન: અમેરિકામાં કોરોનાનો કેર યથાવત છે, ત્યાં 31 લાખ કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. તેમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પે દેશભરની તમામ શાળાઓ ફરીથી ખોલવાની સૂચના આપી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે શાળાઓને ધમકી આપી હતી કે, જો શાળાઓ ફરીથી ખોલવામાં નહીં આવે તો તેને મળતું ભંડોળ અટકાવવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, અમેરિકી સ્વાસ્થ્ય વિભાગે કોરોના સંકટને ધ્યાનમાં લઇને ઘણી માર્ગદર્શિકા જાહેર કરી છે, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેનો વિરોધ કરી રહ્યાં છે. ટ્રમ્પનું કહેવું છે કે, સ્વાસ્થ્ય અધિકારીઓની સુરક્ષા માર્ગદર્શિકા અવ્યવહારુ છે. સામાન્ય લોકો માટે તે ખૂબ જ ખર્ચાળ છે.